મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

સમસ્ત રઘુવંશી સમાજ-મોરબી દ્વારા આગામી રવિવારે પૂ.જલારામ બાપાની ૨૨૪ મી જન્મજયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે


SHARE













સમસ્ત રઘુવંશી સમાજ-મોરબી દ્વારા પૂ.જલારામ બાપાની ૨૨૪ મી જન્મજયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે

વિવિધ ફ્લોટ્સ, મહા આરતી, મહા આતશબાજી, કેક કટીંગ, વેશભુષા, લાઈવ પ્રસાદ સહીત ના આકર્ષણો સાથે શોભાયાત્રા નું અનેરુ આયોજન

પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૪ મી જન્મજયંતિ નિમિતે સમસ્ત રઘુવંશી સમાજ-મોરબી દ્વારા ભવ્ય શોભાયાત્રાનું અનેરુ આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા.૧૯-૧૧ ને રવિવાર, કારતક સુદ ૭ ના રોજ બપોરે ૨ઃ૩૦ કલાકે શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી શોભાયાત્રા પ્રસ્થાન થશે.શોભાયાત્રા જુના બસસ્ટેશન, નગર દરવાજા, પરા બજાર, શાક માર્કેટ ચોક, ગાંધી ચોક, વસંત પ્લોટ, રવાપર રોડ, બાપા સિતારામ ચોક, નવુ બસ સ્ટેશન, શનાળા રોડ, રામ ચોક, સાવસર પ્લોટ મેઈન રોડ, દશાશ્રી માળી વણિક જ્ઞાતીની વાડી સહીતના વિસ્તારોમાં વિવિધ આકર્ષણો સાથે શહેરના રાજમાર્ગો ઉપર નિકળશે.

વિવિધ સ્થળોએ શોભાયાત્રાનું સ્વાગત તેમજ પૂ.બાપાનું પૂજન કરવામાં આવશે.બાપા સિતારામ ચોક ખાતે સંજયભાઈ જમનાદાસભાઈ ભોજાણી પરિવાર તથા ધવલભાઈ સવજીભાઈ રાજા પરિવાર દ્વારા મહાઆરતી તેમજ રામચોક ખાતે હિતેશભાઈ કાંતિલાલ સચદેવ પરિવાર દ્વારા કેક કટીંગ યોજવામાં આવશે. શહેરના નગર દરવાજા ચોક ખાતે તેમજ રામચોક ખાતે મહા આતશબાજી યોજાશે. શોભાયાત્રા દરમિયાન નાસિક ઢોલ, પૂ.જલારામ બાપાનો રથ, ડી.જે, લાઈવ રોટલા પ્રસાદ તેમજ બાળકો દ્વારા રામ દરબાર, શિવ દરબાર, પૂ.જલારામ બાપા, વીરબાઈ માઁ નો વેશ ધારણ કરવામાં આવશે જે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.શહેરના દરેક રઘુવંશીઓને સહપરિવાર શોભાયાત્રા માં જોડાવવા શોભાયાત્રા કારોબારી સમિતી દ્વારા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.






Latest News