મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબી-કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ આત્મનિર્ભર ભારત અંતર્ગત વોકલ ફોર લોકલને પ્રાધાન્ય આપવા સ્થાનિક ખરીદી કરવા માટે કર્યો અનુરોધ


SHARE













મોરબી-કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ આત્મનિર્ભર ભારત અંતર્ગત વોકલ ફોર લોકલને પ્રાધાન્ય આપવા સ્થાનિક ખરીદી કરવા માટે કર્યો અનુરોધ

આત્મનિર્ભર ભારત માટે આજે દરેક લોકો વોકલ ફોર લોકલ ને અપનાવે તે જરૂરી બન્યુ છે.દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીએ મન કી બાત કાર્યક્રમમાં વોકલ ફોર લોકલ માટે કરેલ આહ્વાન દેશભરમાં સાર્થક થઈ રહ્યું છે.

જેના સમર્થનમાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યુ હતું કે, આત્મનિર્ભર ભારત માટે આજે દરેક લોકો વોકલ ફોર લોકલને અપનાવે છે. આપણા ઉત્પાદનો વર્લ્ડ કલાસ છે.વૈશ્વિક શ્રેષ્ઠ છે. આના માટે આપણા ઉધોગ સાહસીકો આગળ આવે સ્ટાર્ટ અપને આગળ ધપાવવું પડશે આપણો દેશ ગામડાઓનો દેશ છે.તેને ધબકતું રાખવા નાનામાં નાના કારીગરોનું ધ્યાન રાખવું પડશે.

આ દિવાળીના પાવન અવસરે લોકોને તેમની આસપાસના સ્થાનિક ઉત્પાદકો પાસેથી ખરીદી કરવાની અપીલ સાંસદ વિનોદભાઇ ચાવડાએ કરી હતી.આ પ્રસંગે સમાજ સેવક દિલીપભાઇ દેશમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, જિલ્લા ભાજપા મહિલા મોરચા અધ્યક્ષા ગોદાવરીબેન ઠક્કર, ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, નગરપાલિકા નેતા કમલભાઇ ગઢવી, તાલુકા ભાજપા મહામંત્રી દિનેશભાઇ ઠક્કર વિગેરે હાજર રહ્યા હતા.






Latest News