મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામના વાહન ચાલકને અકસ્માતમાં ઇજા ન થતાં નકારી કાઢેલ વીમો ચૂકવવા ગ્રાહક તકરાર કોર્ટનો આદેશ


SHARE













મોરબીના ખાનપર ગામના વાહન ચાલકને અકસ્માતમાં ઇજા ન થતાં નકારી કાઢેલ વીમો ચૂકવવા ગ્રાહક તકરાર કોર્ટનો આદેશ

મોરબીના ખાનપર ગામના રહેવાસીની ગાડીને અકસ્માત નડયા બાદ વીમા કંપનીમા ક્લેઇમ કરતા વીમા કંપનીએ ડ્રાઇવરને ઇજા પહોંચી ન હોવાથી વીમો ન મળે તેમ કહી ક્લેઇમ નકારી કાઢતા આ મામલો ગ્રાહક તકરાર નિવારણ સમક્ષ પહોંચતા અદાલતે દાવો મંજુર કર્યો હતો.

આ કેસનો વિગત જોઈએ તો, મોરબી તાલુકાના ખાનપર ગામના રહીશ ગીરીરાજસિંહ દાદુભા જાડેજાએ રીલાયન્સ ઇન્સ્યોરન્સ પ્રા.લીમીટેડમા પોતાની ગાડીનો વીમો ઉતરાવેલ તેમનુ વાહન સરતાનપર રોડ ઉપર ડ્રાઇવર લઇને જતો હતો અને આગળ ઓચીંતુ વાહન આવી જતા એકાએક બ્રેક મારવી પડી હતી જેથી વાહન ફરીયાદીના વાહન સાથે અથડાતા નુકશાન થયેલ હતું. બીજી બાજુ વીમા કંપનીએ ડ્રાઇવરને કંઈ ઈજા નથી થઈ જેથી વીમો ન મળે એવા બહાના હેઠળ વીમો નામંજુર કરેલ હતો. ગીરીરાજસિંહ જાડેજાએ આ બાબતની ફરીયાદ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાને કરતા તેઓએ મોરબી ગ્રાહક તકરાર નિવારણ કમિશનમા ફરીયાદ દાખલ કરેલ જેથી અદાલતે વીમા કંપનીની તમામ વાતો નકારી ગ્રાહક ગીરીરાજસિંહને રૂપિયા 1,62,917 ચુકવવાનો આદેશ તા. 5/4/21 થી 7ટકા વ્યાજ સાથે કરેલ હતો અને વળતર પેટનો ચેક મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા અને મંત્રી રામભાઈ મહેતાએ ગ્રાહકને અર્પણ કર્યો હતો.






Latest News