મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હલફેટે લેતા દંપતી ખંડિત: યુવાનનું મોત, માતા-પુત્ર સારવારમાં


SHARE











વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હલફેટે લેતા દંપતી ખંડિત: યુવાનનું મોત, માતા-પુત્ર સારવારમાં

વાંકાનેર નજીક આવેલ હસનપર નાલા પાસે સર્વિસ રોડ ઉપર બાઈકને કાર ચાલકે હડફેટ લીધું હતું જેથી કરીને બાઇક ચલાવી રહેલા યુવાનને માથામાં અને શરીરને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને  બાઈક પર બેઠેલી યુવાનની પત્ની અને બાળકને ઇજા થતાં સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ મહિલાએ હાલમાં કાર ચાલક સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરમાં આવેલ સિદ્ધાર્થનગર સોસાયટી ખાતે રહેતા જયશ્રીબેન કમલેશભાઈ ભટ્ટી જાતે ખવાસ રજપુત (૪૦)એ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે કાર નંબર જીજે ૫ આરએલ ૫૩૭૫ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેઓ પોતાના પતિ કમલેશભાઈ કનુભાઈ ભટ્ટી જાતે ખવાસ રજપુતના બાઈક નંબર જીજે ૩૬ એજી ૯૮૧૧ ઉપર બેસીને પોતાના દીકરા સુરેશ (૧૩) સાથે હસનપરના નાલા પાસે સર્વિસ રોડ ઉપર જ્યોતિ સીરામીક સામેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલ કારના ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને તેઓના પતિના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ફરિયાદીના પતિને માથા, છાતી અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નિપજ્યું હતું અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદી તથા તેના દીકરાને ઇજાઓ થતાં તેને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ હાલમાં ભોગ બનેલ મહિલા દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને અકસ્માત સર્જીને વાહન છોડીને નાસી ગયેલા કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News