મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા મોરબી ધ વી.સી.હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે ભણતા વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન યોજાયુ મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાંથી ગુમ થયેલા યુવાનનું ભાવનગર ખાતે મોત નીપજયું


SHARE











મોરબીમાંથી ગુમ થયેલા યુવાનનું ભાવનગર ખાતે મોત નીપજયું

મોરબીના વીસીપરા વિસ્તારમાંથી યુવાન ગુમ થયો હતો જે ગુમ થયેલા યુવાનની ભાવનગરના ગંગાજળિયા વિસ્તારમાંથી લાશ મળી આવી હતી જેથી કરીને આ અંગેની ત્યાંથી મોરબી જાણ કરવામાં આવતા મોરબી બી ડિવિઝન પોલીસે તેની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં વીસીપરામાં આવેલ ભવાનીનગરમાં રહેતા કિશનભાઇ રામજીભાઈ ખંડોરીયા જાતે કોળી (૩૦) નામનો યુવાન ગત તા. ૧૦/૪/૨૩ ના રોજ ઘરે કોઈને કશું કર્યા વગર ગુમ થઈ ગયો હતો જેથી કરીને તે અંગેની ગુમસુધા નોંધ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી અને તે યુવાને શોધવા માટેની તજવીજ ચાલુ હતી દરમિયાન ભાવનગરના ગંગાજળિયા વિસ્તારમાંથી ખુલી જગ્યામાંથી તે યુવાનની લાશ મળી આવી હતી જેથી કરીને ત્યાંની પોલીસ દ્વારા આ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા મૃતક યુવાનના પરિવરજનો ત્યાં હોસ્પિટલે ગયા હતા અને મૃતકના હાથ ઉપર તોફાવેલ ટેટુના આધારે તેને ઓળખી બતાવ્યો હતો અને આ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી આ બનાવની તપાસ કરી રહેલા વી.ડી.મેતા સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતું કે, તે યુવાન ત્યાં ભિક્ષા વૃતિ કરીને રહેતો હતો અને અશક્તિ અને નબળાઈના કારણે તે યુવાનનું ભાવનગર ખાતે મોત નીપજયું હતું

ઝેરી દવા પીધી

રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર આવેલ વિષ્ણુ વિહાર સોસાયટીમાં રહેતા દેવજીભાઈ મગનભાઈ ચીખલીયા (૩૩) નામના યુવાને મોરબી તાલુકાના અણીયારી ગામ પાસે અજાણી ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા ત્યાંથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ વિજયભાઈ ડાંગર ચલાવી રહ્યા હોય તેની સાથે વાત કરતા તેને જણાવ્યું હતું કે યુવાન ભૂલથી ઝેરી દવા પી જતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ આવ્યા છે

ઝેરી દવા

ટંકારા તાલુકાના જબલપુર ગામે પ્રેમીલાબેન સોમાભાઈ નાયક (૧૬) નામની સગીરા વાડી વિસ્તારમાં હતી ત્યારે ત્યાં કોઈ કારણોસર ઝેરી દવા પી ગઈ હતી જેથી તે સગીરાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલે કરી હતી અને બનાવ ટંકારા તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે

ઝેરી દવા

ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા રવજીભાઈ કરસનભાઈ બદ્રકિયા (૩૬) નામનો યુવાન લજાઈ નજીક દવા પી ગયો હતો જેથી કરીને તેને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની પ્રથમ મોરબી એ ડિવિજન પોલીસને જાણ કરી હતી જેથી પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી જોકે, બનાવ ટંકારા તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં આ બનાવની પોલીસ દ્વારા જાણ કરવામાં આવી છે




Latest News