મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

મોરબીના આમરણ નજીક ટ્રક ચાલકે રિક્ષાને હડફેટે લેતા અકસ્માત: બે મહિલા સહિત એક જ પરિવારના પાંચ વ્યક્તિને ઇજા


SHARE









મોરબીના આમરણ નજીક ટ્રક ચાલકે રિક્ષાને હડફેટે લેતા અકસ્માત: બે મહિલા સહિત એક જ પરિવારના પાંચ વ્યક્તિને ઇજા

મોરબી તાલુકાના આમરણથી આગળના ભાગમાં જોડિયા રોડ ઉપર આવેલ મેલડી માતાજીના મંદિર પાસેથી રીક્ષા લઈને વૃદ્ધ પસાર થઈ રહ્યા હતા ત્યારે તેની રીક્ષાને ટ્રક ચાલકે હડફેટે લીધી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં રીક્ષા ચાલક તથા રિક્ષામાં બેઠેલા તેના બે બહેન, બનેવી અને ભાણેજને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે રાજકોટ લઈને ગયા હતા અને સારવાર લીધા બાદ હાલમાં રીક્ષા ચાલકે ટ્રક ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટના ભોમેશ્વર સોસાયટી પાસે જાગૃતિ સોસાયટી શેરી નંબર-૬ માં રહેતા સબીરભાઈ અલીભાઈ કુરેશી જાતે સિપાઈ (ઉમર ૫૬) એ હાલમાં ટ્રક નંબર જીજે ૩૭ ટી ૮૯૬૩ ના ચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, આમરણથી આગળ જોડિયા રોડ ઉપર આવેલ મેલડી માતાજીના મંદિર પાસે ટ્રકના ચાલકે બેફીકરાઈથી પોતાનું વાહન ચલાવીને ફરિયાદીની સીએનજી રીક્ષા નંબર જીજે ૩ બીએક્સ ૦૭૦૩ ને ટ્રક ચાલકે હડફેટે લીધી હતી. જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદી તથા તેના બહેન શરીફાબેન હબીબભાઈ ગોરસીયા જાતે ખુરેશી (૭૦), ફરિયાદીના બહેન સાયરાબેન યાસીનભાઈ શેખ (૪૫), રજાકભાઈ મોહમ્મદભાઈ બેલીમ (૫૧) અને સીફાબેન રફિકભાઈ ગોરસીયા (૧૩) ને ઇજાઓ થઈ હતી જેથી કરીને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ફરિયાદીના બહેન શરીફાબેનને જમણા પગમાં આંગળી કપાઈ ગયેલ હોય તેની રાજકોટ ખાતે સારવાર કરવામાં આવી હતી આ બનાવ સંદર્ભે હાલમાં રીક્ષા ચાલકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

દેશી દારૂ

ટંકારા તાલુકાના નેકનામ ગામથી પડધરી રોડ ઉપર જવાના રસ્તા ઉપર કારખાના પાસેથી એક્ટિવા નંબર જીજે ૩ કેઆર ૦૯૭૮ લઈને મહિલા પસાર થઈ હતી જે મહિલાને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી સાત લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે ૧૪૦ રૂપિયાની કિંમત દારૂ અને ૨૦,૦૦૦ રૂપિયાની કિંમત એકટીવા આમ કુલ મળીને ૨૦૧૪૦ ની કિંમતના મુદ્દામાલ સાથે આરોપી જયશ્રીબેન ચમનભાઈ પરમારની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી અને આ મહિલાને કમળાબેન ચમનભાઈ પરમારે દારૂનું વેચાણ કરવા માટે થઈને જથ્થો આપ્યો હોવાનું સામે આવતા તેની સામે પણ પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી






Latest News