મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે ચાર વ્યક્તિ ઉપર ધોકા–પાઇપ વડે હુમલો કરનારા નવ આરોપીની ધરપકડ


SHARE













મોરબીના શનાળા ગામે ચાર વ્યક્તિ ઉપર ધોકા–પાઇપ વડે હુમલો કરનારા નવ આરોપીની ધરપકડ

મોરબી નજીકના શકત શનાળા ગામે અગાઉ થયેલી મારામારી અને ઝઘડાનો રોષ રાખીને તેમજ ઘર પાસે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનો રોષ રાખીને હુમલો કરવામાં આવ્યો હતો. અને ધોકા-પાઇપથી એક પરિવારના ચાર લોકોની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેની ભોગ બનેલ પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે નવ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના શનાળા ગામે આવેલા ઇન્દિરાવાસ વિસ્તારમાં અગાઉ થયેલી મારામારીના બનાવનો ખાર રાખીને તેમજ ઘર પાસે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનો રોષ રાખીને ઇકો કારમાં ધોકા-પાઇપ સાથે આવેલા નવ શખ્સો દ્વારા એક જ પરિવારના ચાર લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને રાહુલ મહેશ સોલંકી, દેવુબેન બાબુભાઈ સોલંકી, બાબુભાઈ આંબાભાઈ સોલંકી અને નીતિન મહેશભાઈ સોલંકીને ઇજા થતા પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જે પૈકી રાહુલ, દેવુબેન અને બાબુભાઈને વધુ ઇજા હોય રાજકોટ ખસેડાયા હતા ત્યાર બાદ બાબુભાઈ આંબાભાઈ સોલંકી (૬૬)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને મહીપત ઉર્ફે ભુરો રવજીભાઇ વાધેલા, પ્રેમજીભાઇ છગનભાઇ વાઘેલા, અશ્વીન રવજીભાઇ વાઘેલા, પંકજ પ્રેમભાઈ વાઘેલા, નિતીન ઉર્ફે લાલો ધનજીભાઇ સોલંકી, મનોજ ધનજીભાઇ સોલંકી, ગોવીંદ મનસુખભાઇ વાઘેલા, મયુર કાંતીભાઇ વાધેલા અને માનવ બચુભાઇ સોલંકી રહે.બધા ઇન્દીરાવાસ શકત શનાળા ગામ તા.જી. મોરબી સામે ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે રાયોટીંગ અને કાવતરું રચવું સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી.

જેમા ફરીયાદીએ જણાવ્યુ હતું કે, મહીપતની સાથે અગાઉ થયેલ ઝઘડાનો તેમજ ફરીયાદીએ પોતાના ઘરે સીસીટીવી કેમેરા લગાડેલ હોય જે બાબતનો ખાર રાખીને આરોપીઓએ પુર્વ આયોજીત કાવત્રુ ઘડીને ઇકો કારમાં આવ્યા હતા અને લોખંડના પાઇપ તથા ધોકા જેવા હથીયારો ધારણ કરી ફરીયાદી બાબુભાઇના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી માનવ જીદગી જોખમાઈ તે રીતે ફરીયાદીના ઘરમાં છુટા પથ્થરો ના ઘા કરી લોખંડના પાઇપ તથા ધોકા વડે ફરીયાદી સહિતનાઓને ઇજાઓ કરી હતી અને ફરીયાદીના ઘરમાં રહેલ ટીવી તથા દરવાજાઓ તેમજ વાહનોમાં તોડફોડ કરીને આશરે ૩૦,૦૦૦ નું નુકશાન કર્યું હતું અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી કરીને મોરબી એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ સી.એસ.સૌંદરવા અને તેની ટીમે આ ગુનામાં આરોપી મહીપત ઉર્ફે ભુરો રવજીભાઇ વાધેલા (૨૯), પ્રેમજીભાઇ છગનભાઇ વાઘેલા (૫૧), અશ્વીન રવજીભાઇ વાઘેલા (૩૬), પંકજ પ્રેમભાઈ વાઘેલા (૨૧), નિતીન ઉર્ફે લાલો ધનજીભાઇ સોલંકી (૨૮), મનોજ ધનજીભાઇ સોલંકી (૨૨), સંજય ઉર્ફે ગોવીંદ મનસુખભાઇ વાઘેલા (૨૩), મયુર કાંતીભાઇ વાધેલા (૧૯)અને માનવ બચુભાઇ સોલંકી (૨૦) રહે. બધા ઇન્દીરાવાસ શકત શનાળા ગામ વાળાની ધરપકડ કરેલ છે.






Latest News