મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

આંતરરાષ્ટ્રીય યુથ એક્સચેન્જ કાર્યક્રમમાં મોરબીના રંગપર ગામના મયુરીબા ઝાલા‌ની પસંદગી


SHARE













આંતરરાષ્ટ્રીય યુથ એક્સચેન્જ કાર્યક્રમમાં મોરબીના રંગપર ગામના મયુરીબા ઝાલા‌ની પસંદગી

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ની પૂર્ણકાલિન કાર્યકર્તા મયુરીબા ઝાલા ૨૦૧૮ થી અખીલ ભારતીય વિધાર્થી પરિષદમા‌ સતત સક્રિય કાર્યકર્તા છે. હાલમા તેઓ કેન્દ્રીય કાર્યસમીતી સદસ્ય તથા કર્ણાવતી મહાનગરના વિભાગ સંગઠન મંત્રી તરીકે વિધાર્થીઓનુ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.જેમનુ 'ધ શિપ ફોર વર્લ્ડ યુથ' કાર્યક્રમમા ચયન થયું છે.'ધ શિપ ફોર વર્લ્ડ યુથ' કાર્યક્રમ ૨૪ જાન્યુઆરી ૨૦૨૪ થી શરૂઆત થવા જઈ રહી છે.જેમા જાપાન સહિત ૧૪ દેશોના યુવાનો સહભાગી થશે.જેમા ભારતમાથી ૧૧ સદસ્યોનુ પ્રતિનિધિ મંડળ ભાગ લેશે.એક મહીના સુધી આ કાર્યક્રમમા યુવા શિક્ષા, પર્યાવરણ સંરક્ષણ, પર્યટન, યુવા સશક્તિકરણ, પરંપરા, સંસ્કૃતિ સંરક્ષણ અને નિરિક્ષણ સાથે જ ઈતિહાસ જેવા વિષયો પર પ્રશિક્ષણ અને સંવાદ થશે.તે પૂર્વ પણ બધા પ્રતિનિધિઓ ઓનલાઇન માધ્યમથી પણ ચર્ચા કરશે.

મોરબી જિલ્લાના રંગપર ગામમાંથી આવતા મયુરીબા ઝાલાના પિતા ડ્રાઈવર તરીકે ફરજ બજાવી પરીવારનુ ગુજરાન ચલાવી રહ્યા છે.મયુરીબાએ પોતાનો અભ્યાસ પ્રાથમિક શાળા રંગપરથી સર્વોદય સાયન્સ સ્કૂલ રાજકોટ ખાતેથી પૂર્ણ કરીને ઉચ્ચ અભ્યાસ જીઇસી, રાજકોટથી ઇસી એન્જીન્યરીંગમાં પૂર્ણ કરેલ છે.આ કાર્યક્રમમા ભારત, આર્જેન્ટિના, ઇથોપિયા, ફ્રાંસ, આયર્લેન્ડ,  જોર્ડન, કેન્યા, યુનાઈટેડ મેક્સિકન સ્ટેટસ, ન્યુઝીલેન્ડ, સોલોમોન આઇસલેન્ડ, તુર્કી, યુનાઇટેડ અરબ એમિરેટ્સ, રિપબ્લિક ઓફ ઝાબિયા અને જાપાન સહિતના દેશો સહભાગી થશે.






Latest News