મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર પાસે રસ્તો ઓળંગતી મહિલાને બાઈક ચાલકે હડફેટ લેતા ઇજા પામેલ મહિલા સારવારમાં


SHARE













મોરબીના ભરતનગર પાસે રસ્તો ઓળંગતી મહિલાને બાઈક ચાલકે હડફેટ લેતા ઇજા પામેલ મહિલા સારવારમાં

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા ભરતનગર ગામ પાસેથી રસ્તો ઓળંગી રહેલા અસ્મિતાબેન ભાવેશભાઈ પાંચોટિયા (ઉમર ૩૫) રહે.રવાપર નદી રોટરીગામ (અમરનગર) રસ્તો ઓળંગતા સમયે અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લીધા હતા.જેથી ડાબા પગના ભાગે ઇજા પામેલ હાલતમાં તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલએ લઈ જવાયા હતા અને ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ મથકમાં આ બાબતે જાણ કરાયેલી હોય હાલ તાલુકા પોલીસ મથકના એસ.વી.સોલંકી દ્વારા નોંધ કરીને ભાગી છુટેલા બાઇક ચાલકને પકડવા તજવીજ હાથ ધરાયેલ છે.

વીંછી કરડી જતા સારવારમાં

મોરબીના ટંકારા તાલુકામાં આવેલા બંગાવડી ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની પ્રીતિબેન રમેશભાઈ રાજપુત નામની આઠ વર્ષીય બાળકીને વાડી વિસ્તારમાં વિંછી કરડી ગયો હતો જેથી તેણીને મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.જ્યારે મોરબીના ટંકારા તાલુકાના જ નેસડા ગામે આવેલ ઇટીયાસ પોલિટેકનિક નામના યુનિટ નજીક રહીને મજૂરી કામ કરતા રાજુભાઈ વિક્રમભાઈ સુમાન્યા નામના ૨૦ વર્ષના મજુર યુવાનને કામ દરમિયાન સાપ કરડી જતા તેને પણ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.ઉપરોક્ત બંને બનાવો અંગે મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા ટંકારા પોલીસમાં જાણ કરાઈ હતી.

બેભાન થઈને ઠળી પડતા સારવારમાં

મોરબીના જેલ રોડ ઉપર આવેલ એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહેલ યુવાન બેભાન થઈને ઢળી પડ્યો હતો.જેથી તાત્કાલિક ૧૦૮ વડે તેને સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને બાદમાં રાજકોટ ખસેડાયો હતો અને તપાસ કરવામાં આવતા ખુલ્યું હતું કે તે મજૂરી કામ કરતો હોય પોતે પગપાળા જતો હતો ત્યારે બેભાન થઈ ગયો હતો અને તેનું નામ રસીદ ઉમરભાઈ ખુરેશી (ઉમર ૨૫) રહે.હાલ ભવાનીચોક મૂળ સિપાઇવાસ હોવાનું ખુલ્યું હતું.

માત્ર સોખડા-જાંબુડીયા પાસેથી ખનીજ ચોરી પકડાઇ

મોરબીમાં અનેક કારખાનાઓ આવેલા છે જેમાં કાચા માલ તરીકે ખનીજની હેરાફેરી થતી હોય છે.જેમાં મોટાભાગે ખનીજની રોયલ્ટી ભર્યા વગર જ હેરાફેરી થતી હોય તેવું અનેક વખત સામે આવી ચૂકી છે.દરમિયાનમાં મોરબીના જાંબુડીયા ગામ પાસેથી જીજે ૩ એટી ૨૨૪૮ નંબરના વાહનમાં ખનીજ ભરેલ હોય અને તેના કોઈ આધાર પુરાવા ન હોય ચાલક સમસુદીન દિલાવર મીર રહે. આંબેડકરનગર કાલાવડ રોડ રાજકોટ વાળા સામે કાર્યવાહી કરી દંડ વસૂલવા તજવીજ ચાલુ કરાઈ હતી.તે રીતે જ મોરબીના સોખડા ગામ પાસેથી ડમ્પર નંબર જીજે ૧૨ બીડબલ્યુ ૮૨૦૦ માં ઓવરલોડ ખનીજ ભરેલ હોય તેને ડીટેઇન કરીને દંડ વસુલવાની કાર્યવાહી લગત વિભાગ દ્રારા કરવામાં આવી હતી.






Latest News