મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા માટેના કેન્દ્ર સચિવની હાજરીમાં સમીક્ષા બેઠક યોજાઈ


SHARE













મોરબી જીલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા માટેના કેન્દ્ર સચિવની હાજરીમાં સમીક્ષા બેઠક યોજાઈ

સરકારની તમામ યોજનાના લાભ તેમજ આ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે તેવા હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને તા. ૨૩/૧૧ થી મોરબી જિલ્લામાં પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીની વિકસિત ભારત સંકલ્પ યાત્રા માટે કેન્દ્ર સચિવ હેમંતકુમાર મીનાની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા બાબતે સમીક્ષા બેઠક યોજી હતી.

આ બેઠકમાં સચિવ હેમંતકુમાર મીનાએ ગામડાઓમાં જે લોકો સરકારી યોજનાઓથી વંચિત હોય તેવા લોકોનો સર્વે કરી તેમને આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે યોજનાનો લાભ આપવા જણાવ્યું હતું. વિવિધ યોજનાઓના લાભાર્થીઓની સાફલ્ય ગાથા અને યોજનાઓ અંગે માર્ગદર્શન આપી લોકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા પ્રેરિત કરવા જણાવ્યું હતું. ઉપરાંત ગામડાઓમાં રથ આવે તે પહેલા ત્યાં તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. ત્યારે કલેકટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લા તમામ ગામડાઓમાં રથ પરિભ્રમણ કરી લોકોને અનેક યોજનાઓથી લોકોને લાભાન્વિત કરશે. જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજાએ જિલ્લામાં કરવામાં આવેલી તૈયારીઓની વિગતો આપી સચિવ હેમંતકુમાર મીનાને માહિતગાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, તા. ૨૩/૧૧ થી મોરબી જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો વિધિવત પ્રારંભ થશે. જિલ્લામાં આવેલા ત્રણ રથ અનુક્રમે મોરબી તાલુકાના બંધુનગર, માળીયા તાલુકાના કુંતાસી અને વાંકાનેર તાલુકાના સરતાનપરથી રથ પ્રસ્થાન કરશે.

સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજા કલ્યાણકારી યોજનાઓ પહોંચે લોકો યોજનાઓ પ્રત્યે જાગૃત બને રાજ્યના દરેક નાગરિક રાજ્ય સરકાર તેમજ ભારત સરકારની તમામ યોજનાઓથી માહિતગાર બને અને યોજનાઓનો લાભો લાભાર્થી સુધી પહોંચાડી શકાય એવા લોકજાગૃતિના શુભ આશયથી સમગ્ર ગુજરાતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અનુસંધાને વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. આ ઉપરાંત ગામડાઓમાં રસીકરણ, હેલ્થ કેમ્પ, પશુ આરોગ્ય કેમ્પ વગેરેનું પણ આયોજન કરવામાં આવનાર છે. આ બેઠકમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા માટે સચિવ હેમંતકુમાર મીના સાથે કલેકટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુબોધકુમાર દુદખીયા અને એન.ડી. કુગસીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેન દવે તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News