મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

ટંકારા નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધનું સારવારમાં મોત


SHARE







ટંકારા નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધનું સારવારમાં મોત

ટંકારામાં દુકાનેથી ઘર તરફ જઈ રહેલા વૃદ્ધના બાઇકને અજાણી કારના ચાલાકે હડફેટ લીધી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અકસ્માતના બનાવમાં વૃદ્ધને ગંભીર ઈજથાઇ હતી જેથી તેને સારવાર માટે રાજકોટમાં લઈને ગયા હતા અને રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવની નોંધ કરી મૃતક વૃદ્ધના પરિવારજનની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવી જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારામાં આવેલ સરદાર સોસાયટીમાં રહેતા અને મેઇન બજારમાં દુકાન ધરાવતા રમેશચંદ્ર આંબાલાલ મણિયાર જાતે વાણીયા (૭૩) નામના વૃદ્ધ પોતાનું બાઈક લઈને મંગળવારે બપોરના સમયે દુકાનેથી ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે ટંકારા નજીક આવેલ ગેલેક્સી હોટલ પાસે કોઈ અજાણી કારના ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં વૃદ્ધને ગંભીર ઇજા થઈ હોવાથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેઓને રાજકોટ લઈ ગયા હતા જોકે રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવમાં મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટેની પોલીસે તજવીજ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા

જોડિયા તાલુકાના રસનાળ ગામે રહેતો અનિલ દિલીપભાઈ ડામોર (૪૦) નામનો યુવાન બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે જનાવર આવ્યું હતું જેથી કરીને તે બાઈક ઉપરથી નીચે રસ્તા ઉપર પટકાતા તેને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટળે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

અજાણી દાવ પી ગઈ

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ સામેના ભાગમાં રહેતા સિદ્ધિબેન સહદેવભાઈ જોશી (૨૧) નામની પરણીતા કોઈ અજાણી દવા પી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે અને વધુમાં જાણવા મળતી માહિતી મુજબ પરણિતાનો લગ્ન ગાળો એક વર્ષનો છે અને હાલમાં આ બનાવની વધુ તપાસ એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા છે






Latest News