આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા વીરપર મુકામે બે દિવસીય યોગ શિબિર યોજાઈ


SHARE













મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા વીરપર મુકામે બે દિવસીય યોગ શિબિર યોજાઈ

મોરબીની પી.જી.પટેલ કોલેજના વિધાર્થીઓ માટે પ્રમુખ દેવકરણ ભાઈની પ્રેરણાથી  તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટના માર્ગદર્શન હેઠળ કોલેજના વિધાર્થીઓ માટે તા. ૨૨ અને ૨૩ નવેમ્બર  બે દિવસીય વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં યોગ ટ્રેઈનર તરીકે પ્રવીણભાઈ મજીઠીયા (ગાંધીનગર)પ્રો. હરિત જોશી (જુનાગઢ) તથા અમીશ પટેલ (આણંદ) ખાસ ઉપસ્થિત રહીને વિધાર્થીઓને ૩ SRB યોગ (લયબદ્ધ શ્વસન) અને તેનાથી થતા ફાયદાઓ વિષે રસપ્રદ રીતે અવગત કર્યા હતા તેમજ યોગ અને આંતરિક અનુશાશન દ્વારા કઈ રીતે અભ્યાસની સાથે શારીરિક ફાયદાઓ પણ મેળવી શકાય તે અંગે રસપ્રદ છણાવટ કરી હતી. આ શિબિરમાં મોટી સંખ્યામાં  કોલેજના વિધાર્થીઓ અને સમગ્ર કોલેજ સ્ટાફ તેમજ મોરબીની આસપાસની સરકારી શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારા (સજ્જનપર પ્રા.શાળા), રાકેશભાઈ રાઠોડ (ભીમગુડા પ્રા.શાળા) તથા રાજુભાઈ વ્યાસ (રાયધ્રા પ્રા. શાળા) ઉત્સાહભેર જોડાયા હતા.






Latest News