માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના નાના દહીસરા પાસે સર્જાયેલા અકસ્માતમાં ઇજા પામેલા ત્રણ વર્ષની બાળકીનું સારવારમાં મોત: કુલ ચારના મોત થયા


SHARE











માળીયા (મી)ના નાના દહીસરા પાસે સર્જાયેલા અકસ્માતમાં ઇજા પામેલા ત્રણ વર્ષની બાળકીનું સારવારમાં મોત: કુલ ચારના મોત થયા

માળિયા મીયાણાના નાના દહીસરા ગામ પાસે બાઇકને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં બાઇક ચલાવી રહેલ યુવાન તથા તેના એક દીકરો અને એક દીકરીનુ મોત નિપજયુ હતુ જોકે બાઈકમાં તેની સાથે બેઠેલી યુવાનની પત્ની અને એક બાળકીને ગંભીર ઇજા થયેલ હોવાથી તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતકના પરિવારજનની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા વાહન ચાલકની સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી શરૂ કરી છે દરમ્યાન રાજકોટ ખાતે  સારવાર દરમ્યાન આ બનાવમાં ઇજા પામેલ ત્રણ વર્ષની બાળકીનું સારવારમાં મોત નીપજયું છે જેથી કરીને આ બનાવમાં એક જ પરિવારના કુલ મળીને ચાર વ્યક્તિના મોત થયા છે

જાણવા મળતી વિગત પ્રમાણે મીયાણા તાલુકાના નાના દહીસરા ગામ પાસે થોડા દિવસો પહેલા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં કલ્પેશભાઈ ઉર્ફે ધર્મેન્દ્ર સરુભાઈ કુશવહ (૩૫) તેના પત્ની અને ત્રણ સંતાનો સાથે પોતાના બાઈક નંબર જીજે ૩ બીડી ૫૬૨૦ ઉપર વવાણીયા ગામ થી પીપળીયા ચાર રસ્તા તરફ રાત્રિના ૧૧;૩૦ વાગ્યાની અરસામાં આવી રહ્યા હતા દરમિયાન તેઓના બાઈકને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધું હતું જેથી અકસ્માતના આ બનાવમાં બાઈક ચલાવી રહેલ કલ્પેશભાઈ ઉર્ફે ધર્મેન્દ્ર કુશવાહ (૩૫) તેના દિકરા શુભ કલ્પેશભાઇ કુશવાહ (૨) અને દિકરી પરી કલ્પેશભાઈ કુશવાહ (૫)ને ગંભીર ઇજા થઈ હોવાના કારણે મોત નીપજ્યા હતા જો કે, બાઈક ઉપર બેઠેલ કલ્પેશભાઈના પત્ની લક્ષ્મીબેન કલ્પેશભાઈ ઉર્ફે ધર્મેન્દ્ર કુશવાહ (૩૦) તેમજ તેની દીકરી ખુશી (૩) ને ગંભીર ઇજા થયો હોવાથી તે બંનેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને આ જીવલેણ અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી નાસી ગયેલ હતો જેથી મૃતકના પરિવારજન અરવીંદભાઇ શરૂભાઇ કુશવાહ જાતે માળી (૨૫) રહે, હાલ વવાણીયા તાલુકો માળીયા મુળ રહે. છીબાવલી નં.૨ તાલુકો લાહાર જીલ્લો ભીંડ મધ્ય પ્રદેશ વાળાની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા વાહન ચાલકની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી અને હાલમાં મળી રહેલ માહિતી મુજબ અકસ્માતના આ બનાવમાં ઇજા પામેલ ખુશી કલ્પેશભાઈ કુશવાહ (૩)નું રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે મોત નીપજયું છે આમ આ દુર્ઘટનામાં એક જ પરિવારના કુલ મળીને ચાર વ્યક્તિઓના મોત નિપજ્યાં છે અને જે મહિલા સારવારમાં છે તે પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે




Latest News