આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના મકનસર-વાંકનેરના ઢુવા ગામને ODF plus Model જાહેર કરાયા


SHARE













મોરબીના મકનસર-વાંકનેરના ઢુવા ગામને ODF plus Model જાહેર કરાયા

મોરબી જિલ્લાના ગામોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ૩ રથો ભ્રમણ કરી રહ્યા છે. આ રથો દ્વારા સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી ગ્રામજનો સુધી અસરકારક રીતે રજૂ કરવામાં આવી રહી  છે. ગ્રામ્ય કક્ષાએ કરેલ ઉમદા કાર્યો બદલ ગ્રામ પંચાયતોને  પ્રમાણપત્ર એનાયત કરવામાં આવી રહ્યા છે. મોરબીના મકનસર તેમજ વાંકાનેરના ઢુવા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું  આગમન થયું હતું. સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) યોજના હેઠળ  ODF plus model ના પેરામીટર ધરાવતા હોય તેવા ગામોને અભિનંદન આપી સન્માનિત કરવામાં આવે છે. યાત્રા દરમિયાન ધારાસભ્ય  દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા મોરબી તાલુકાના મકનસર તથા સાંસદ મોહનભાઈ કુંડારિયા દ્વારા  વાંકાનેર તાલુકાના ઢુવા ગામને  સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય) યોજના હેઠળ ગ્રામ પંચાયતને ODF plus Model જાહેર કરી  સરપંચશ્રીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.






Latest News