માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં આવી પહોચેલ મહિલાને અભયમની ટીમે આશ્રય અપાવ્યો


SHARE











વાંકાનેરમાં આવી પહોચેલ મહિલાને અભયમની ટીમે આશ્રય અપાવ્યો

વાંકાનેર રેલ્વે સ્ટેશન ઉપર એક મહિલા પોતાના ૨ નાના બાળકો સાથે વાંકાનેર આવી પહોંચી હતી. જે બાદ અન્ય વ્યક્તિ દ્વારા ૧૮૧ નો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં ૧૮૧ ના કો.ઓર્ડીનેટર તુષાર સાહેબના માર્ગદર્શન હેઠળ મોરબી ૧૮૧ મહિલા હેલ્પલાઈનમાં મહિલા કાઉન્સિલર જાગૃતિ ભૂવા દ્વારા કોલ લેવામાં આવ્યો હતો. જે બાદ ૧૮૧ ટીમ વાંકાનેર રેલ્વે સ્ટેશન પર ગયેલ જ્યાં મહિલાને મળી અને શાંત્વના પાઠવી હતી.

ત્યારબાદ મહિલા કાઉન્સિલર જાગૃતિ બેન એસ મહિલાનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે મહિલા તેના પતિ સાથે મૂળી ગામ પાસે આવેલ એક વાડીમાં રહે છે કે જે બાદ તેના પતિ તેના દેશમાં ગયેલ હોવાથી મહિલા પણ જવા માંગતી હોય જેથી મહિલા એ ટ્રેન મારફતે જવાની હતી પરંતુ અન્ય ટ્રેનમાં બેસી જતા વાંકાનેર પહોંચી હતી. બાદમાં મહિલાને હાલ પૂરતો સખી વન સ્ટોપ સેન્ટર મોરબી ખાતે આશ્રય અપાવેલ હતો. ત્યારબાદ બીજા દિવસે તેના પતિ આવીને તેની પત્નીને તેડી જશે જેવી તજવીજ હાથ ધરી હતી. આખરે બીજે દિવસે તેમના પતિ તેની પત્નીને રાજી ખુશીથી તેડી ગયેલ અને સુખદ્ મિલન થયું હતું. આમ આ સરાહનીય કામગીરીમાં ૧૮૧ મહિલા કાઉન્સિલર જાગૃતિ ભૂવા, મહિલા પોલીસ કોન્સ્ટેબલ જ્યોત્સનાબેન તેમજ પાયલોટ જીગર પટેલ અને સામાજિક કાર્યકર રાજદીપ પરમાર તેમજ હશીના બેન જોડાયા હતા.




Latest News