આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા નજીક બાઇક-ટ્રક વચ્ચે અકસ્માત થતાં પગ ચગડાઈ જવાથી યુવાનનું મોત


SHARE













મોરબીના જાંબુડીયા નજીક બાઇક-ટ્રક વચ્ચે અકસ્માત થતાં પગ ચગડાઈ જવાથી યુવાનનું મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસે સર્વિસ રોડ ઉપરથી યુવાન પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલાકે તેને હડફેટે લીધો હતો અને ટ્રકના ટાયર નીચે યુવાનો ડાબો પગ કચડી નાખ્યો હતો તેમજ શરીરે પણ ગંભીર ઇજાઓ કરી હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતકના ભાઈએ ટ્રક ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસ ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામ પાસે પ્રેમજીનગરમાં રહેતા કલ્પેશભાઈ બાબુભાઈ પીપળીયા જાતે કોળી (૧૯)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે ૩ એડબલ્યુ ૪૧૬૬ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસે દરિયાલાલ હોટલની સામે સર્વિસ રોડ ઉપરથી તેનો મોટો ભાઈ મહેશભાઈ બાબુભાઈ પીપળીયા જાતે કોળી (૨૨) તેનું બાઈક નંબર જીજે ૩૬ એએચ ૦૪૪૧ લઈને જઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે પોતાનું વાહન બેફિકરાઈથી ચલાવીને તેના ભાઈના બાઈકને હડફેટે લીધું હતું અને ત્યારે ટ્રકના તોતિંગ વ્હીલ નીચે ફરિયાદીના ભાઈના ડાબા પગના નળાના ભાગ આવી જતાં ચગડાઈ ગયો હતો અને શરીરે પણ ગંભીર ઇજાઓ થયેલ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News