આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

લડતના મંડાણ: માળીયા (મી)ના ખાખરેચી ગામે કેનાલ પાણી માટે કાલે ખેડૂતોના ધારણા


SHARE













લડતના મંડાણ: માળીયા (મી)ના ખાખરેચી ગામે કેનાલ પાણી માટે કાલે ખેડૂતોના ધારણા

મોરબી જીલ્લામાં આવતી નર્મદાની માળીયા કેનાલના છેવાડાના ગામના ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી મળતું નથી જેથી કરીને રવિ પાકનું વાવેતર કરનારા ખેડૂતોએ લડતના મંડાણ કરેલ છે અને તેઓને નર્મદા કેનાલમાંથી સિંચાઇ માટેનું પાણી મળે તે માટે અગાઉ અનેક રજૂઆત કરી છે તો પણ પાણી મળી રહ્યું નથી ત્યારે રોષે ભરાયેલા ખેડૂતોએ સરકાર અને તંત્રને જગાડવા માટે કાલે માળીયાના ખાખરેચી પાસે કેનાલ કાંઠે ધરણા કરશે તેવું ખેડૂત હિત રક્ષક સમિતિએ જણાવ્યુ છે

માળીયાના ખેડૂતોને કેનાલમાંથી સિંચાઇનું પાણી મળે તેના માટે લગભગ દર વર્ષે આંદોલન કરવું પડે તેવી જ પરિસ્થિતી હોય છે જેથી કરીને ખેડૂત હિત રક્ષક સમિતિની રચના કરવામાં આવી છે તેના નેજા હેઠળ લડતના મંડાણ કરવામાં આવેલ છે અને હાલમાં શીયાળુ પાક માટે ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે અને ખેડૂતોને કેનાલમાંથી પાણીની જરૂર છે જો કે, કેનાલમાં પાણી આવી રહ્યું નથી જેથી કરીને માળીયા તાલુકાના ખેડૂતોને કરોડોનો ખર્ચ અને તેની મહેનત પાણીમાં જાય તેવી શક્યતા છે જેથી કરીને પાકને બચાવવા માટે હવે ખેડૂતો પાણી મળે તે માટે આંદોલન શરૂ કરવાના છે અને માળીયા બ્રાન્ચ કેનાલમાં હાલમાં પાણી ન આવતું હોવાથી તા ૨૬ ના રોજ સવારે ૯:૩૦ વાગ્યે ખાખરેચીથી વેણાસર ગામના રસ્તે કેનાલ ઉપર ખેડૂતો ધરણાં કરશે હેમા મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહેશે તેવું સ્થાનિક આગેવાન પાસેથી જાણવા મળેલ છે






Latest News