મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે ભાગવત જ્ઞાનયજ્ઞ તેમજ હળવદના સુંદરગઢ ખાતે વિશ્વકર્મા મહાપુરાણ કથા યોજાશે


SHARE









મોરબીના સામાકાંઠે ભાગવત જ્ઞાનયજ્ઞ તેમજ હળવદના સુંદરગઢ ખાતે વિશ્વકર્મા મહાપુરાણ કથા યોજાશે

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી મહેન્દ્રસિંહજી હોસ્પિટલ પાસે આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટી ખાતે ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.કથાના વક્તા તરીકે મોરબીના પ્રસિદ્ધ ભાગવતાચાર્ય  કથાકાર શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે(સંસ્કૃત વિશારદ) બિરાજશે.

જેમાં કથા પ્રારંભ વિ.સંવત ૨૦૮૦ ને માગશર સુદ ૭ ને તા.૧૯-૧૨ ને મંગળવાર થી માગશર સુદ ૧૪ ને સોમવારે તા.૨૫-૧૨ ના રોજ કથા વિરામ થશે.કથા દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગો જેમ કે શ્રીમદ ભાગવત માહાત્મય, સાંખ્યોપ્દેશ, કપિલ પ્રાગટ્ય, નરસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, શ્રી રામ જન્મ, શ્રીકૃષ્ણ જન્મ, ગોવર્ધન પૂજા, રૂક્ષ્મણી વિવાહ, શ્રી સુદામાચરિત્ર, પરીક્ષિત મોક્ષ જેવા પાવન પ્રસંગો ધામધૂમથી ઉજવાશે.તેમજ કથા સમય બપોરે ૨ થી ૬ વાગ્યા સુધીનો રહેશે.આ કથામાં કોઈ યજમાનોએ પોતાના પિતૃઓના ફોટા રાખી પૂજન વિધિનો લાભ લેવો હોય તો મો.૮૦૦૦૯ ૧૧૪૪૪ ઉપર શાસ્ત્રીજીનો સંપર્ક કરવા જણાવાયેલ છે.કથા શ્રવણ માટે મોરબીવાસીઓને જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.

જયારે હળવદ ખાતે શ્રી વિશ્વકર્મા મહાપુરાણ કથા યોજાશે.મોરબી જિલ્લાના હળવદ તાલુકા ખાતે શ્રી વિશ્વકર્મા મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે હરિહર ગૌશાળાના પરમ પૂજ્ય સંત હરિહર બાપુ અને તેમના શિષ્ય ભીમદાસ બાપુના સહયોગથી આવતી કાલ તા.૨૮-૧૧ થી આ કથાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે.હળવદના સુંદરગઢ શિરોઈ ખાતે આ ભવ્ય કથાનું આયોજન કરવામાં આવેલ છે.શીસ્ત્રી જયંતીભાઈ આ કથાનું રસપાન કરાવશે. સર્વે વિશ્વકર્મા જ્ઞાતિ પરિવાર આ કથાના આયોજન માટે જહેમત ઉઠાવી રહ્યો છે.ઉપરાંત કથા દરમિયાન તા.૩-૧૨ ના રોજ ભવ્ય સંતવાણી અને લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.તેમજ તા.૪-૧૨ ના રોજ કથાની પૂર્ણાહુતિ થશે તો કથાનું શ્રાવણ કરવા તમામ ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.






Latest News