આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વિકસિત સંકલ્પ ભારત યાત્રા અંતર્ગત ટી.બી. રોગની વિસ્તૃત માહિતી અપાઈ


SHARE













મોરબી જિલ્લામાં વિકસિત સંકલ્પ ભારત યાત્રા અંતર્ગત ટી.બી. રોગની વિસ્તૃત માહિતી અપાઈ

સમગ્ર ગુજરાતમાં વિકસિત સંકલ્પ ભારત યાત્રા ભ્રમણ કરી રહી છે. મોરબી જિલ્લામાં પણ દરરોજ 3 રથ દ્વારા ગામે ગામ  સરકારશ્રીની ૧૭ જેટલી લોક કલ્યાણકારી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરાઈ રહ્યા છે અને યોજનાના લાભથી લોકોને લાભાન્વિત કરવામાં આવી રહ્યા છે. વિકસિત સંકલ્પ ભારત યાત્રા જે ગામડાઓમાં  પહોંચે ત્યાં વિવધ સ્ટોલો ઉભા કરી  રસીકરણ, હેલ્થ કેમ્પ, પશુ આરોગ્ય કેમ્પ વગેરેનું પણ આયોજન કરવામાં આવી રહ્યુ છે.

હેલ્થ કેમ્પ અંતર્ગત ઘણા બધા રોગો અને તેના ઉપચાર વિશે નાગરિકોને ઉપયોગી જાણકારી પૂરી પાડવામાં આવી રહી છે. કેમ્પમાં ટી.બી.રોગના નિષ્ણાંતો દ્વારા ગ્રામજનોને ટી.બી. રોગના લક્ષણો, ટી.બી.રોગનું નિદાન, ધ્યાનમાં રાખવા જેવી બાબતો, ડોટ્સની  નિયમિત સારવાર અંગે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી રહી છે. બે અઠવાડિયાથી ઉધરસ આવતી હોય, છાતીમાં દુખાવો થતો હોય, ભૂખ ઓછી લાગતી હોય, ગળફામાં લોહી આવતું હોય, જીણો તાવ આવતો હોય, વજન  ઘટતું હોય વગેરે ટી.બી.રોગના લક્ષણો છે. આમાંથી કોઈ પણ લક્ષણ જણાઈ આવે તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી સારવાર કરાવવી જોઇએ. 

ટી.બી.ના દર્દીએ ઉધરસ કે છીંક આવે ત્યારે મોં પર રૂમાલ કે કપડું રાખવું જોઈએ. જંતુનાશક દવા નાખેલ થુંકદાનીમાં જ થુકવું જોઈએ. ગળફાને ઊંડા ખાડામાં દાટવા જોઈએ. નવજાત શિશુને ટી.બી. થી બચાવવા બી.સી.જી. ની રસી મુકાવવી જોઇએ. ટી.બી.નું નિદાન અને સારવાર આરોગ્ય કેન્દ્રમાં તદન મફત ઉપલબ્ધ છે. નિક્ષય પોષણ યોજના અંતર્ગત ટી.બી. રોગીઓને સારવારના સમયગાળા દરમિયાન માસિક રૂ. ૫૦૦ પોષ્ટિક આહાર માટે સહાય આપવામાં આવે છે. ટી.બી.ની અનિયમિત કે અપુરતી સારવારથી હઠીલો ટીબી થઈ શકે છે. ડોટ્સની નિયમિત સારવાર લેવાથી ટીબી ચોક્કસ મટી શકે છે. ટી.બી. દર્દીના ગાઢ સંપર્કમાં રહેતા વ્યક્તિઓએ ટી.બી. ના ચેપ અંગે નિદાન કરાવવું ખૂબ જરૂરી છે. નાગરિકોએ નિક્ષય મિત્ર બની ટી.બી.ના દર્દીઓને સહારો આપી ટી.બી. નિર્મૂલનમાં સહભાગી બનવું જોઈએ. વધુ માહિતી માટે જિલ્લા ક્ષય કેન્દ્ર ,મોરબી તેમજ હેલ્પ લાઇન નં. ૧૮૦૦૧૧૬૬૬૬ પર સંપર્ક કરી શકાય છે.






Latest News