મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ચકચારી કેસમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ: રાણીબા સહિત કુલ છ આરોપીના રિમાન્ડ લેવા તજવીજ


SHARE







મોરબીના ચકચારી કેસમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ: રાણીબા સહિત કુલ છ આરોપીના રિમાન્ડ લેવા તજવીજ

મોરબીની રવાપર ચોકડીએ પગાર લેવા માટે ઓફિસે બોલાવીને યુવાનને માર માર્યો હતો અને મોઢામાં પગરખું લેવડાવવામાં આવ્યું હતું જે બનાવમાં લૂંટરાયોટિંગ અને એટ્રોસિટી સહિતની ભોગ બનેલા યુવાને વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના કુલ ૧૨ સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી તે આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે જો કે, ત્યાર બાદ પોલીસે આ ગુનામાં હાલમાં મુખ્ય આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા તથા તેનો ભાઈ સહિત વધુ છ આરોપીની ધરપકડ કરેલ છે અને આરોપીઓના રિમાન્ડ લેવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં અનુ. જાતિના યુવાનને તેનો બાકી નીકળતો પગાર માંગ્યો હતો જેથી તેને રવાપર ચોકડીએ આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝ ખાતે પગાર લેવા માટે બોલાવવામાં આવ્યો હતો ત્યારે તેને માર મારીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો તેમજ પગારના બદલે મોઢામાં પગરખું લેવડાવવામાં આવ્યું હતું તેવી ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે લૂંટરાયોટિંગ અને એટ્રોસિટી સહિત કલમ હેઠળ ગુનો નોંધીને આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાઓમ પટેલરાજ પટેલપરીક્ષિત અને ડી.ડી.રબારી તેમજ અજાણ્યા સાત શખ્સો આમ કુલ મળીને ૧૨ આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ ગુનામાં પોલીસે ભોગ બનેલા યુવાનને જે તે સમયે ફડાકો માર મારનારા મયુર ઉર્ફે દેવો દિલીપભાઇ કલોતરા રબારી (ડી.ડી.રબારી) (૨૬) રહે. રબારીવાસ મોરબી વાળાની ધરપકડ કરેલ હતી અને તે આરોપીના રિમાન્ડ નામંજૂર કરેલ છે જેથી પોલીસે આરોપીને જેલ હવાલે કરેલ છે

આ ગુનામા ગઇકાલે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાઓમ પટેલરાજ પટેલ તેના વકીલ સાથે મોરબી જિલ્લા એલસીબીની ઓફિસે રજૂ થયા હતા જેથી કરીને પોલીસે આરોપીઓની ધરપકડ કરવા માટેની તજવીજ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે રાણીબાએ અગાઉ તેના જન્મદિવસ વખતે મોરબીના એસપી રોડ ઉપર જાહેરમાં એક સાથે ૩૦ જેટલા કેક ટેબલ ઉપર રાખીને તલવાર જેવા હથિયારથી તે કેક કાપ્યા હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો જે વીડિયોના આધારે તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વધુ એક ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે

હાલમાં આ ગુનામાં આરોપી વિભૂતિ ઉર્ફ રાણીબા હિતેન્દ્રભાઈ સીતાપરાઓમ હિતેન્દ્રભાઈ સીતાપરારહે. બંને પેસિફિક હાઈટ્સ- ૪૦૧ એસ.પી. રોડ મોરબી તથા રાજ અજયભાઈ પડસારા રહે. બાપાસીતારામ ચોક પાસે રવાપર રોડ મૂળ રહે શાંતિની કેતન સોસાયટી બગસરા અમરેલી, પરિક્ષિત સુધીરભાઈ ભગલાણી બ્રાહ્મણ (૩૩) રહે. ૪ કાયાજી પ્લોટ મહેશ હોટલ સામે શનાળા રોડ મોરબી, ક્રિશ જયંતિભાઈ મેરજા જાતે પટેલ (૧૮) રહે. ઓશો ટાવર અમી પેલેસ પાસે કંડલા બાયપાસ મોરબી અને પ્રીત વિજેન્દ્રભાઈ વડસોલા જાતે પટેલ (૨૦) રહે. ૭-સુભાષનગર નિર્મલ સ્કૂલ પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ લેવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે અને આજે આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે

આરોપીને કોણે આસરો આપ્યો તે દિશામાં પણ તપાસ

મોરબીમાં ગત તા ૨૨ ના રોજ અનુ જાતિના યુવાનને માર મારવામાં આવ્યો હતો અને તા ૨૩ ના રોજ વહેલી સવારે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જો કે આરોપી વિભૂતિ પટેલ સહિતના ત્રણ આરોપી તા ૨૭ ના રોજ સામેથી એલસીબી કચેરીએ હાજર થયા હતા જેથી કરીને પોલીસે આ ગુનામાં તે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી જો કે, બનાવ બનેલ ત્યથી લઈને આરોપીઓ પોલીસ સામે રજૂ થયા ત્યાં સુધી કયા રોકાયા હતા અને કોણે તેને આસરો આપેલ હતો તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે






Latest News