વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ૩ ડિસેમ્બરથી કલા મહાકુંભનો આરંભ


SHARE











મોરબી જિલ્લામાં ૩ ડિસેમ્બરથી કલા મહાકુંભનો આરંભ

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, મોરબી દ્વારા સંચાલીત કલામહાકુંભ ૨૦૨૩-૨૪નો આરંભ તા. ૩/૧૨ ના રોજ મોરબી તાલુકા કક્ષાની સ્પર્ધાથી થનાર છે.

કલા અને સંસ્કૃત્તિના સુભગ સમન્વય દ્વારા આયોજીત તાલુકા કક્ષાનો આ કલામહાકુંભ તમામ તાલુકામાં યોજાનાર છે. આ કલામહાકુંભમાં રજીસ્ટ્રેશન કરાવેલ તમામ સ્પર્ધકોએ નિયત તારીખ, સ્થળ અને સમયે હાજર રહેવાનુ રહેશે. જેમાં મોરબી તાલુકા કક્ષાનો કલામહાકુંભ તા.૩/૧૨ ના રોજ અભિનવ સ્કુલ ખાતે સવારે ૮.૦૦ કલાકે. વાંકાનેરમાં તા. ૪/૧૨ ના રોજ શ્રીમતિ એલ.કે. સંઘવી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે સવારે: ૮.૦૦ કલાકે, હળવદમાં તા. ૯/૧૨ ના રોજ મહર્ષિ ગુરૂકુળ ખાતે બપોરે ૨:૦૦ કલાકે,  ટંકારા તા. ૧૦/૧૨ ના રોજ નાલંદા વિદ્યાલય,  વિરપર ખાતે સવારે: ૮.૦૦ કલાકે અને માળીયા (મિ.) તા ૧૧/૧૨ ના રોજ મોડેલ સ્કુલ - મોટી બરાર ખાતે બપોરે ૨:૦૦ કલાકે યોજાનાર છે આ તાલુકા કક્ષાની સ્પર્ધા પૂર્ણ થયા બાદ તાલુકા કક્ષાએ પ્રથમ વિજેતા થયેલ સ્પર્ધક તેમજ સીધી જિલ્લાકક્ષાએ શરૂ થતી સ્પર્ધામાં ફોર્મ ભરેલ તમામ સ્પર્ધકોએ તા. ૧૭/૧૨/૨૦૨૩ના રોજ સાર્થક વિદ્યામંદીર - મોરબી ખાતે સવારે ૮:૦૦ કલાકે રીપોર્ટીંગ કરવાનું રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવેલ છે.




Latest News