વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

પગારકાંડ: મોરબીની વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના છ આરોપીના રિમાન્ડ મંજૂર


SHARE











પગારકાંડ: મોરબીની વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના છ આરોપીના રિમાન્ડ મંજૂર

મોરબીની રવાપર ચોકડીએ પગાર લેવા માટે ઓફિસે બોલાવીને યુવાનને માર માર્યો હતો અને મોઢામાં પગરખું લેવડાવવામાં આવ્યું હતું જે બનાવમાં લૂંટ, રાયોટિંગ અને એટ્રોસિટી સહિતની ભોગ બનેલા યુવાને વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના કુલ ૬ આરોપીને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કર્યા હતા ત્યારે સરકારી વકીલની દલીલોને ધ્યાને રાખીનો કોર્ટે આરોપીઓના પહેલી ડિસેમ્બર સુધીના રીમાન્ડ મંજુર કરેલ છે

મોરબીમાં અનુ. જાતિના યુવાનને તેનો બાકી નીકળતો પગાર માંગ્યો હતો જેથી તેને રવાપર ચોકડીએ આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝ ખાતે પગાર લેવા માટે બોલાવવામાં આવ્યો હતો ત્યારે તેને માર મારીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો તેમજ પગારના બદલે મોઢામાં પગરખું લેવડાવવામાં આવ્યું હતું તેવી ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે લૂંટ, રાયોટિંગ અને એટ્રોસિટી સહિત કલમ હેઠળ ગુનો નોંધીને આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત અને ડી.ડી.રબારી તેમજ અજાણ્યા સાત શખ્સો આમ કુલ મળીને ૧૨ આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં આરોપી મયુર ઉર્ફે દેવો દિલીપભાઇ કલોતરા રબારી (ડી.ડી.રબારી) (૨૬) રહે. રબારીવાસ મોરબી વાળાની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરેલ છે ત્યાર બાદ આગુનામાં પોલસે આ ગુનામાં આરોપી વિભૂતિ ઉર્ફ રાણીબા હિતેન્દ્રભાઈ સીતાપરા, ઓમ હિતેન્દ્રભાઈ સીતાપરા, રહે. બંને પેસિફિક હાઈટ્સ- ૪૦૧ એસ.પી. રોડ મોરબી તથા રાજ અજયભાઈ પડસારા રહે. બાપાસીતારામ ચોક પાસે રવાપર રોડ મૂળ રહે શાંતિની કેતન સોસાયટી બગસરા અમરેલી, પરિક્ષિત સુધીરભાઈ ભગલાણી બ્રાહ્મણ રહે. ૪ કાયાજી પ્લોટ મહેશ હોટલ સામે શનાળા રોડ મોરબી, ક્રિશ જયંતિભાઈ મેરજા જાતે પટેલ રહે. ઓશો ટાવર અમી પેલેસ પાસે કંડલા બાયપાસ મોરબી અને પ્રીત વિજેન્દ્રભાઈ વડસોલા જાતે પટેલ રહે. ૭-સુભાષનગર નિર્મલ સ્કૂલ પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ હતી અને આરોપીઓને ૧૦ દિવસના રિમાન્ડ રિમાન્ડની માંગણી સાથે મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલને ધ્યાનમાં રાખીને કોર્ટે ૬ આરોપીઓના પહેલી ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે વધુમાં જાણવા મળતી વિગત મુજબ ઘટના બની ત્યાર બાદ આરોપીઓ મોરબીથી ભાગ્યા બાદ ક્યાં રોકાયા હતા ? કોણે તેને આશરો આપ્યો હતો ? તે સહિતની બાબતોની રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને અન્ય આરોપીઓને પકડવા માટેની તજવીજ કરવામાં આવશે




Latest News