વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા રમતગમત-વેશભૂષા હરીફાઈ તથા ડાન્સ કોમ્પીટીશનનું આયોજન


SHARE











મોરબીમાં શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા રમતગમત-વેશભૂષા હરીફાઈ તથા ડાન્સ કોમ્પીટીશનનું આયોજન

રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા તા. ૩૧/૧૨ ના રોજ લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તથા તેમનામાં રહેલી આંતરિક શક્તિઓને બહાર લાવવા માટે લોહાણા વિદ્યાર્થી ભુવન મોરબી ખાતે રમતગમત હરિફાઈ તથા વેશભૂષા હરીફાઈ અને ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ છે

મોરબી રઘુવંશી યુવક મંડળના પ્રમુખ જયેશભાઈ કોટેચાની યાદી મુજબ રમતગમત હરીફાઈ તથા ડાન્સ કોમ્પિટિશન આયોજન કરવામાં આવ્યું છે તેમાં રમતગમત હરિફાઈ અંતર્ગત ધોરણ એલકેજીથી એકના વિદ્યાર્થીઓ માટે રમત પીકઅપ બોલ, ધો. બે થી ચાર ના વિદ્યાર્થીઓ માટે રમત મ્યુઝિકલ ચેર ધો. ૫ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે રમત એક મિનિટ હરીફાઈ રહેશે તથા વેશભૂષા અને ડાન્સ કોમ્પિટિશન  અંતર્ગત ધોરણ એલકેજી થી ૪ ના વિદ્યાર્થીઓ માટે વેશભૂષા તથા ડાન્સ હરીફાઈ અને ધોરણ પાંચ થી કોલેજના વિદ્યાર્થીઓ માટે ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લઈ શકાશે

અને ખાસ કરીને વેશભૂષા તથા ડાન્સ હરિફાઈ માટે વહેલા તે પહેલાના ધોરણે વધુમાં વધુ ૭૫ એન્ટ્રી સ્વીકારવામાં આવશે આ હરીફાઈના ફોર્મ ભરવાની છેલ્લી તા. ૨૮/૧૨ ને ગુરૂવાર છે અને આ ફોર્મ કેવિન ગેસ સર્વિસ (નવા બસ સ્ટેન્ડ સામે, શનાળા રોડ, મોરબી) દરિયાલાલ આલુ ભંડાર (નવાડેલા રોડ, મોરબી) અને મનોજ ઝેરોક્ષ કોપી સેન્ટર (કુબેરનાથ રોડ,મોરબી) ખાતે ભરવાના રહેશે




Latest News