વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે કેનાલમાં ડૂબી જવાથી બે યુવાનના ઘટના સ્થળે જ મોત


SHARE











મોરબીના લાલપર પાસે કેનાલમાં ડૂબી જવાથી બે યુવાનના ઘટના સ્થળે જ મોત

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ લાલપર પાસેથી પસાર થતી નર્મદની કેનાલમાં ડૂબી જવાથી બે યુવાનોના મોત થાય છે જે બંને યુવાનની ડેડબોડીને ફાયરની ટીમે પાણીમાંથી બહાર કાઢી હતી અને પોલીસની હાજરીમાં બંને મૃતક યુવાનના ડેડબોડી તેના પરિવારને આપવામાં આવેલ છે

મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ કેનાલમાં બે યુવાન ડૂબી ગયા હોવાનો કોલ મોરબી પાલિકાના ફાયર વિભાગને કરવામાં આવ્યો હતો જેથી ફાયરની ટીમ સ્થળ ઉપર પહોચી હતી અને યુવાનને શોધવા માટેની કવાયત કરવામાં આવી હતી અને હાલમાં બે યુવાનોના મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવેલ છે જેની માહિતી આપતા મોરબી પાલિકના ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, લાલપર પાસે ફેમસ સીરામીકની બાજુમાં કેનાલમાં બે યુવાન ગુમ હતા અને તે બંનેના કેનાલ પાસેથી મોબાઈલ અને કપડાં મળી આવ્યા હતા જેથી કરીને કેનાલમાં યુવાનોને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી ફાયરની ટીમે કેનાલમાંથી સુરજભાઈ (૨૧) અને સાગરભાઈ (૨૩) નામના બે યુવાનોની લાશને બહાર કાઢેલ છે અને મોરબી તાલુકા પોલીસની હાજરીમાં તે બંને યુવાનોના મૃતદેહ તેઓના પરિવારને આપવામાં આવેલ છે 




Latest News