મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ નજીક અપહરણ-ખંડણીના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો


SHARE













મોરબીના ઘુંટુ નજીક અપહરણ-ખંડણીના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

મોરબી નજીકના ઘંટુ ગામની સીમમાંથી યુવાનનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેની પાસેથી ખંડણી વસૂલવામાં આવી હતી જે ગુન્હાના છ માસથી ફરાર આરોપીની મોરબી તાલુકા પોલીસે લાલપર બસ સ્ટેન્ડ પાસેથી ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ઘુંટું ગામની સીમમાંથી મોરબીમાં આવેલ ગુંજન હાઇટસમાં રહેતા ફરીયાદી જીજ્ઞેશભાઇ મહાદેવભાઇ ભટ્ટાસણાનું ગત ૨૩/૪ ના રોજ પાંચ શખ્સોએ ઇકો કારમાં અપહરણ કર્યું હતુ અને ત્યાર બાદ પાંચ લાખની ખંડણી વસુલ કરી હતી જેથી કરીને ફરીયાદીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આ ગુનામાં પહેલા ચાર આરોપીને પકડ્યા હતા અને હાલમાં આ ગુનામાં પાંચમા આરોપી રાજેશ ગજાનંદ નરગાવે (૨૮) રહે. ભવાનીયા જીલ્લો ધાર એમપી વાળાની મોરબીના લાલપર ગામે બસ સ્ટેન્ડ પાસેથી ધરપકડ કરેલ છે આ કામગીરી પીઆઇ કે.એ. વાળાની સૂચના મુજબ પીએસઆઈ વી.જી. જેઠવા તેમજ જયદેવસિંહ ઝાલા, અજીતસિંહ પરમાર, દિનેશભાઇ બાવળીયા, હરેશભાઇ આગલ, વનરાજભાઇ ચાવડા, ફતેસંગ પરમાર, રમેશભાઇ મુંધવા, દિવ્યરાજસિંહ જાડેજા, ભગીરથભાઇ લોખીલ, જયદીપભાઇ પટેલ, કેતનભાઇ અજાણા, પંકજભા ગુઢડા તથા કુલદિપભાઇ કાનગડ દ્વારા કરવામાં આવી હતી






Latest News