મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામે ઘરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા: ૩.૫૪ લાખનો મુદામાલ કબજે


SHARE













મોરબીના ઘૂટું ગામે ઘરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા: ૩.૫૪ લાખનો મુદામાલ કબજે

મોરબી નજીકના ઘુટુ ગામે રહેતા શખ્સનાં ઘરની અંદર જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિતના કુલ ત્રણ વ્યક્તિઓ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે રોકડા ૧૯૮૦૦ તથા પાંચ મોબાઇલ ફોન અને ગાડી મળીને ૩,૫૪,૮૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી એલસીબીની ટીમને મળેલ બાતમી આધારે મોરબી નજીકના ઘૂટું ગામે રહેતા કેતનભાઇ રતિલાલ સોરીયાના મકાનમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરધણી કેતનભાઇ રતિલાલ સોરીયા જાતે પટેલ (૩૭), ભાવેશભાઈ ભગવાનભાઈ સાણંદિયા જાતે પટેલ (૩૭) રહે. ઉમા ટાઉનશીપ પટેલ હાઇટ્સ મોરબી અને દિનેશભાઈ ગંગારામભાઈ સનારીયા જાતે પટેલ (૪૮) રહે. હરિ નગર ઘુટુ ગામ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૯,૮૦૦ ની કિંમતની રોકડ કબજે કરી હતી અને પાંચ મોબાઇલ ફોન જેની કિંમત ૩૫,૦૦૦ તેમજ ગાડી નંબર જીજે ૩૬ એફ ૯૪૭૧ જેની કિંમત ત્રણ લાખ રૂપિયા આમ કુલ મળીને ૩,૫૪,૮૦૦ રૂપિયાની કિંમતના મુદ્દામાલને પોલીસે સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

વાંકાનેરમાં ગ્રીન ચોક પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા એક શખ્સ મળી આવ્યો હોય તેની પાસેથી ૭૦૦ ની રોકડ કબજે કરી હતી અને આરોપી હનીફભાઈ બચુભાઈ ભટ્ટી જાતે ખલીફા (૬૨) રહે. સિપાઈ શેરી-૨ વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News