વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબીના પીપળી રોડે બે દુકાનમાંથી નશીલિ આર્યુવેદિક શીરપની ૧૦૦ બોટલો કબજે


SHARE











મોરબીના પીપળી રોડે બે દુકાનમાંથી નશીલિ આર્યુવેદિક શીરપની ૧૦૦ બોટલો કબજે

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં નશીલા આર્યુવેદિક શીરપનો જથ્થો રાખીને વેચાણ કરવામાં આવી છે જેથી કરીને પોલીસ દ્વારા જુદાજુદા વિસ્તારમાં સમયાંતરે ચેકિંગ કરીને નશીલા આર્યુવેદિક શીરપનો જથ્થો પકડવામાં આવે છે ત્યારે મોરબી તાલુકાના પીપળી રોડ આવેલ ઓમ કોમ્પ્લેક્ષમાં આવેલ જુદીજુદી બે દુકાનોમાં પોલીસે ચેકિંગ કર્યું હતું ત્યારે તે દુકાનોમાંથી નશીલિ આર્યુવેદિક શીરપનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે કુલ મળીને ૧૦૦ બોટલો કબજે કરી હતી અને હાલમાં આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પીપળી રોડ આવેલ ઓમ કોમ્પ્લેક્ષમાં આવેલ જુદીજુદી દુકાનોમાં આર્યુવેદિક શીરપનો જથ્થો રાખીને વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની હક્કિત જયદેવસિંહ ઝાલા તથા હરેશભાઇ આગલને મળી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ઇનચાર્જ પીઆઇ પી.એ.દેકાવાડીયાની સૂચના મુજબ પીએસઆઈ વી.જી.જેઠવા અને તેની ટીમે ઓમ કોમ્પ્લેક્ષમાં શિવ કિરાણા સ્ટોર નામની દુકાન ધરાવતા મોરબીમાં ભડીયાદ કાંટે જવાહાર સોસાયટીમાં રહેતા મહેશભાઇ દાનજીભાઇ ચૌહાણ જાતે અનુ.જાતિ (૩૭)ની દુકાનમાં ચેકિંગ કર્યું હતું ત્યારે દુકાનમાંથી ગેરકાયદેસર નશીલા આર્યુવેદિક શીરપનો જથ્થો રાખીને વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે પાસ પરમીટ કે આધાર વગર નશીલી આર્યુવેદીક શીરપની ફૂલ ૮૦ બોટલ જેની કિંમત ૧૨,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો આવી જ રીતે ઓમ કોમ્પ્લેક્ષમાં દુકાન ધરાવતા કિરણ મમૂભાઇ અખિયાણી (૧૯)ની દુકાન ચેક કરી હતી ત્યારે તેની દુકાનમાંથી નશીલા આર્યુવેદિક શીરપની કુલ મળીને ૨૦ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો આ બંને દુકાનમાંથી મળી આવેલ નશીલા આર્યુવેદિક શીરપની બોટલો શંકાસ્પદ ચીજવસ્તુ તરીકે સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આ કામગીરી પીએસઆઈ વી.જી.જેઠવા તથા જયદેવસિંહ ઝાલા, અજીતસિંહ પરમાર, દિનેશભાઇ બાવળીયા, વનરાજભાઇ ચાવડા, હરેશભાઇ આગલ, કુલદિપભાઇ કાનગડ, રમેશભાઇ મુંધવા, દિવ્યરાજસિંહ જાડેજા, ભગીરથભાઇ લોખીલ, જયદીપભાઇ પટેલ, પંકજભા ગુઢડા કેતનભાઇ અજાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા યશવંતસિંહ ઝાલાએ કરી હતી




Latest News