આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી ગામે ઝાપા પાસેથી બિયરના સાત ટીન સાથે એક શખ્સ પકડાયો


SHARE













મોરબીના પાનેલી ગામે ઝાપા પાસેથી બિયરના સાત ટીન સાથે એક શખ્સ પકડાયો

મોરબી તાલુકાના પાનેલી ગામના ઝાપા પાસેથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી બિયરના સાત ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૭૦૦ ની કિંમતનો બિયરનો જથ્થો કબજે કરી આરોપીની ધરપકડ કરીને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પાનેલી ગામના ઝાપા પાસેથી પસાર થઇ રહેલા શખ્સને પોલીસે રોકીને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી બીયરના સાત ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૭૦૦ ની કિંમતમાં બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી રણજીતભાઈ ડાયાભાઈ વિઠલાપરા જાતે કોળી (૩૫) રહે. ડુંગરપુર તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે અને આ શખ્સની પાસેથી મળી આવેલ બિયરના ટીન તે ક્યાંથી લઈને આવ્યો હતો અને કોને આપવા જઈ રહ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે

જુગાર

મોરબીમાં સર્કિટ હાઉસની સામે વિદ્યુતનગરના ઢાળિયા પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા રફીકભાઈ હસનભાઈ ભટ્ટી જાતે મિયાણા મુસ્લિમ (૪૮) રહે. વીસીપરા મદીના મસ્જિદની પાછળની શેરી મોરબી વાળા પાસેથી વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે ૮૦૦ રૂપિયા રોકડા કબ્જે કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જુગાર

મોરબીના વીસીપરામાં ડિલક્સ પાન નજીક જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા જુગરની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા શૈલેષભાઈ વશરામભાઈ રાઠોડ જાતે કોળી (૩૫) રહે. માળીયા ફાટક ગાંધીનગર શેરી નં-૩ મોરબી તથા રૂપેશભાઈ ધીરુભાઈ જખવાડિયા જાતે કોળી (૨૪) રહે. વીસીપરા દશામાના ચોક પાસે મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૫૨૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News