વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ સાઈનાથ એપાર્ટમેન્ટમાં આધેડે અકળ કારણોસર અંતિમ પગલું ભર્યું


SHARE











મોરબીમાં આવેલ સાઈનાથ એપાર્ટમેન્ટમાં આધેડે અકળ કારણોસર અંતિમ પગલું ભર્યું

મોરબીમાં આવેલ મૌલિક પાર્કમાં સાઈનાથ એપાર્ટમેન્ટમાં રહેતા આધેડે કોઈ કારણોસર પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં આવેલ મૌલિક પાર્કમાં સાઈનાથ એપાર્ટમેન્ટમાં રહેતા મનીષભાઈ લક્ષ્મણભાઈ વરાણીયા (૫૫) નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું ત્યારબાદ પીએમ માટે તેના મૃતદેજને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા
વાંકાનેરના સિંધાવદરથી ખીજડીયાના બોર્ડ પાસે લીંબાપરા નાલાથી આગળના ભાગમાં ટ્રક નંબર જીજે ૧ સિયું ૧૬૭૬ ના ચાલકે બાઈક નંબર જીજે ૩ સીડી ૯૪૬૪ ને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં બાઈક ઉપર જઈ રહેલા ખખાણા ગામના રહેવાસી અશોકભાઈ વિહાભાઇ અઘારા જાતે કોળી (૩૮)ને પડખા, કોણી, હાથ તેમજ પગમાં ઈજાઓ થઈ હોવાથી ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને  ત્યારબાદ તેણે હાલમાં ટ્રક ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને અકસ્માત સર્જીને નાસી છૂટેલા ટ્રક ચાલને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News