વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસે આવેલ હોટલનો સંચાલક અફીણના ૧૪૫ ગ્રામ રસના જથ્થા સાથે ઝડપાયો


SHARE











માળીયા મીયાણા પાસેથી પસાર થતાં નેશનલ હાઈવે રોડ ઉપર ભીમાસર ચોકડીના ઓવરબ્રિજ નીચે રામદેવ હોટલ ખાતે એસોજીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી અફીણના રસનો જથ્થો ૧૪૫ ગ્રામ મળી આવતા પોલીસે ૧૪,૫૦૦ ની કિંમત નો માદક પદાર્થનો જથ્થો તેમજ મોબાઈલ ફોન સહિત કુલ મળીને ૧૬,૬૦૦ ની કિંમતમાં મુદ્દા માલ કબજે કરી હાલમાં એક શખ્સની ધરપકડ કરેલ છે અને વધુ એક રાજસ્થાની શખ્સનું નામ સામે આવ્યું હોય તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લાની ટીમને મળેલ હકીકત આધારે માળિયા મીયાણા પાસેથી પસાર થતાં નેશનલ હાઈવે રોડ ઉપર ભીમાસર ચોકડીના ઓરબ્રીજની નીચેના ભાગમાં આવેલ રામદેવ હોટલ ખાતે રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી અફીણના રસનો જથ્થો ૧૪૫ ગ્રામ મળી આવતા પોલીસે ૧૪,૫૦૦ ની કિંમત નો માદક પદાર્થ ભરેલ જથ્થો તેમજ રેકઝીનનો થેલો અને મોબાઈલ ફોન મળીને ૧૬,૬૦૦ ની કિંમતનો મુદ્દા માલ કબજે કરી રામદેવ હોટલના સંચાલક વેહનારામ દલારામ ચૌધરી જાતે જાટ (૩૮) મૂળ રહે રાજસ્થાનવાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં તેણે આ જથ્થો રાજસ્થાનના સીણધરીના રહેવાસી ગોપાલજી ગાંધી પ્રજાપતિ નામના શખ્સ પાસેથી મેળવ્યો છે જેથી કરીને તેની સામે પણ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે હાલમાં માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એકટ મુજબ ગુનો નોંધી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News