ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં વિદેશી દારૂની 4 રેડ, 14 બોટલ દારૂ સાથે 4 પકડાયા: હળવદના ગોલાસણ ગામેથી 1200 લિટર આથો ઝડપાયો હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ગેરકાયદે ટોલનાકા મુદે પાટીદાર સમાજના આગેવાનના દીકરા-વઘાસિયાના માજી સરપંચ સહિત પાંચ સામે નામ જોગ ફરિયાદ


SHARE













મોરબી જીલ્લામાં ગેરકાયદે ટોલનાકા મુદે પાટીદાર સમાજના આગેવાનના દીકરા-વઘાસિયાના માજી સરપંચ સહિત પાંચ સામે નામ જોગ ફરિયાદ

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા વઘાસીયા ગામે ટોલનાકાથી આગળના ભાગે કારખાનામાંથી રસ્તો પસાર કરીને ગેરકાયદેસર ટોલનાકુ બનાવવામાં આવ્યું હતુ તે અંગેના અહેવાલો પ્રસારિત થતાની સાથે જ મોરબીના જિલ્લા કલેકટર દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા છે અને હાલ પોલીસ દ્વારા પાટીદાર સમાજના આગેવાનના દીકરા તેમજ વઘાસિયા ગામના માજી સરપંચ સહિત કુલ મળીને પાંચ શખ્સોની સામે નામ જોગ ફરિયાદ નોંધવામાં આવી છે અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે રોડ ઉપરના ટોલનાકાની બાજુમાં ગેરકાયદે ટોલનાકુ ધમધમી રહ્યુ હતુ તેવી ફરીયાદના પગલે તંત્ર દોડતુ થયુ છે.વઘાસીયા ગામ પાસેથી નાના-મોટા વાહનો પસાર થાય તે પ્રકારે ગેરકાયદેસર ટોલનાકુ બનાવવામાં આવ્યું છે.જયાં ૫૦ થી લઈને ૨૦૦ રૂપીયા સુધીના વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે.જોકે છેલ્લા દોઢ વર્ષથી આ ગેરકાયદે ટોલનાકુ ધમધમી રહ્યું છે.અગાઉ કલેકટર, એસપી સહિતનાઓને જાણ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.! જોકે મિડીયાએ મુદદો ઉઠાવતા તંત્ર દોડતુ થયુ છે.ટોલનાકાની બાજુમાં આવેલા કારખાનામાંથી ગેરકાયદેસર રસ્તો કાઢીને વાહન પાસ કરવાનો રસ્તો બનાવીને ગેર કાયદેસર રીતે ઉઘરાણા કરાતા હોવાની માહીતી સામે આવેલ છે.જો કે, મોરબીના વઘાસીયા પાસે ગેરકાયદેસર ટોલનાકુ બંધ કરાવવા હવે કવાયત શરૂ કરવામાં આવેલ છે. અને ગેરકાયદેસર ટોલ તરફ જતા રસ્તા ઉપર પોલીસ તેનાત કરાઈ છે જોકે પોલીસના જતાની સાથે જ પુન: ત્યાંથી વાહનોની અવરજવર શરૂ થઇ ગઇ હતી.

સોમવારે સવારે ગેરકાયદે ત્યાંથી નીકળતા ટ્રક, મેટાડોર સહિતના વાહનોને ટોલનાકા પર તરફ પાછા વાળવાની કામગીરી પોલીસ દ્રારા શરૂ કરવામાં આવી હતી અને ગેરકાયદેસર ટોલનાકાના સમાચાર આવતા ની સાથે જ પોલીસ વિભાગ અને તંત્ર દોડતું થયુ છે.જોકે પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રની જાણ બહાર આ ગેરવહિવટ ચાલતો હોય તે શક્ય જ નથી તેવુ પણ ચર્ચાઇ રહ્યુ છે મોરબીના વઘાસીયા પાસે ગેરકાયદેસર ટોલનાકાનો બીજો ભાગ હજુ પણ ચાલુ છે. અને ગેરકાયદે ટ્રક, મેટાડોર સહિતના વાહનો પસાર કરવા કારખાનાની દિવાલ તોડી નાખીને રસ્તો બનાવેલ છે જો કે, હાલમાં ગેરકાયદે ઉઘરાણા કરનારા કોઇ ત્યાં જોવા મળી રહ્યા નથી

બામણબોર-કચ્છ નેશનલ હાઈવે પરના વાંકાનેર નજીક વઘાસિયા ટોલ પ્લાઝા પાસે ટોલનાકું બાયપાસ કરીને ખાનગી માલિકીની જમીનમાંથી રસ્તો બનાવી કેટલાક ઇસમો છેલ્લા દોઢ વર્ષથી ખાનગી ટોલનાકું ઊભું કરી રોજ ફોર વ્હિલ વાહનચાલક પાસેથી રૂપિયા ૫૦, મેટાડોર અને આઈસરના ચાલક પાસેથી રૂપિયા ૧૦૦ અને ટ્રકના ચાલક પાસેથી રૂપિયા ૨૦૦ નું ઉઘરાણું કરી રહ્યા હતા જેથી સરકારી તીજોરીને રોજનું લાખોનુ નુકસાન હતુ  આ ગેરકાયદે ટોલનાકું છેલ્લા દોઢ વર્ષથી ધમધમી રહ્યું છે અને પોલીસ, કલેક્ટર, અધિક કલેક્ટર સહિતનાઓને રજુઆત કરી હતી પણ આજે મિડિયા મેદાનમાં આવ્યુ ત્યા સુધી કોઇએ કોઇ પગલા લીધા ન હતા આ ટોલ પ્લાઝા પર ટોલટેક્સ ન આપવો પડે અને પોતે ટોલના રૂપિયા ઉઘરાવીને ઘર ભરી શકાય તે માટે જે ટોળકી સક્રિય હતી તેની સામે ફરીયાદ નોંધાયેલ છે

છેલ્લા દોઢ વર્ષથી વ્હાઈટ હાઉસ નામની બંધ ફેક્ટરીમાંથી રસ્તો બનાવીને ત્યાંથી પસાર થતા વાહનચાલકો પાસેથી ખુલ્લેઆમ ઉઘરાણા કરી રહ્યા હતા તેની સામે ફરીયાદ નોંધાયેલ છે તે મામલે વઘાસીયા ટોલનાકાના કર્મચારીએ ફરીયાદ ન કરતા વાંકાનેર સિટી પોલીસ ફરીયાદી બની છે અને હાલમાં મોરબી સહિત ગુજરાતમાં પાટીદાર સમાજના આગેવાન જેરામભાઇ વાંસજાળિયાના દીકરા વ્હાઇટ હાઉસ વાળા અમરશીભાઈ જેરામભાઈ પટેલ, વઘાસિયા ગામના માજી સરપંચ તેમજ વાંકાનેર તાલુકા પંચાયતના માજી મહિલા પ્રમુખના પતિ ધર્મેન્દ્ર બહાદુરસિંહ ઝાલા તેમજ તેના ભાઈ યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા તેમજ રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલા સાથે નામ જોગ ફરીયાદ છે જેને પકડવા પોલીસે તજવીજ શરૂ કરેલ છે સાથોસાથ જે દીવાલ તોડીને રસ્તો બનાવેલ છે તેને બંધ કરવા માટેની અને વઘાસિયા ગામમાંથી ગેરકાયદે રસ્તો કાઢીને વાહનોને પાસ કરવામાં આવે છે તે પ્રવૃતિને પણ બંધ કરવા માટેની ઝુંબેશ હાલમાં શરૂ કરવામાં આવી છે






Latest News