વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર ! વાંકાનેરમાં ઘરમાંથી 935 ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ વાંકાનેરમાં મોબાઈલની દુકાનમાં ટી-20 ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ મોરબીમાં મોબાઈલથી વરલીના આંકડા લેતા એક પકડાયો, એકની શોધખોળ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા મોરબી સિરામિક ઉદ્યોગમાં ગેસની સપ્લાઈ-ભાવ મુદે ગુજરાત ગેસ કંપનીના એમડી-અધિકારીઓએ સાથે મિટિંગ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી વાંકાનેર વચ્ચેના વઘાસીયા ગામે ગેરકાયદેસર ટોલનાકા અંગે જિલ્લા કલેકટરે આપ્યા તપાસના આદેશ, પોલીસ દ્વારા ફરિયાદ નોંધવા પણ તજવીજ


SHARE













મોરબી વાંકાનેર વચ્ચેના વઘાસીયા ગામે ગેરકાયદેસર ટોલનાકા અંગે જિલ્લા કલેકટરે આપ્યા તપાસના આદેશ, પોલીસ દ્વારા ફરિયાદ નોંધવા પણ તજવીજ

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા વઘાસીયા ગામે ટોલનાકાથી આગળના ભાગે કારખાનામાંથી રસ્તો પસાર કરીને ગેરકાયદેસર ટોલનાકુ બનાવવામાં આવ્યું હોવા અંગે ફરિયાદ ઉઠી હતી અને તે અંગેના અહેવાલો પ્રસારિત થતાની સાથે જ મોરબીના જિલ્લા કલેકટર દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા છે અને હાલ પોલીસ દ્વારા આ અંગે ફરિયાદ નોંધવાની પણ તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે રોડ ઉપરના ટોલનાકાની બાજુમાં ધમધમી રહ્યું છે ગેરકાયદે ટોલનાકુ તેવી ફરીયાદના પગલે તંત્ર દોડતુ થયુ છે.વઘાસીયા ગામ પાસેથી નાના-મોટા વાહનો પસાર થાય તે પ્રકારે ગેરકાયદેસર ટોલનાકુ બનાવવામાં આવ્યું છે.જયાં ૫૦ થી લઈને ૨૦૦ રૂપીયા સુધીના વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે.જોકે છેલ્લા દોઢ વર્ષથી આ ગેરકાયદે ટોલનાકુ ધમધમી રહ્યું છે.અગાઉ કલેકટર, એસપી સહિતનાઓને જાણ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.! જોકે મિડીયાએ મુદદો ઉઠાવતા તંત્ર દોડતપ થયુ છે.ટોલનાકાની બાજુમાં આવેલા કારખાનામાંથી ગેરકાયદેસર રસ્તો કાઢીને વાહન પાસ કરવાનો રસ્તો બનાવીને ગેર કાયદેસર રીતે ઉઘરાણા કરાતા હોવાની માહીતી સામે આવેલ છે.

મોરબીના વઘાસીયા પાસે ગેરકાયદેસર ટોલનાકુ બંધ કરાવવા હવે કવાયત શરૂ કરવામાં આવેલ છે.ગેરકાયદેસર ટોલ તરફ જતા રસ્તા ઉપર પોસીસ તેનાત કરાઈ છે જોકે પોલીસના જતાની સાથે જ પુન: ત્યાંથી વાહનોની અવરજવર શરૂ થઇ ગઇ હતી.ગેરકાયદે ત્યાંથી નીકળતા ટ્રક, મેટાડોર સહિતના વાહનોને ટોલનાકા પર તરફ પાછા વાળવાની કામગીરી પોલીસ દ્રારા શરૂ કરવામાં આવી છે.ગેરકાયદેસર ટોલનાકાના સમાચાર આવતા ની સાથે જ પોલીસ વિભાગ અને તંત્ર દોડતું થયુ છે.(જોકે પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રની જાણ બહાર આ ગેરવહિવટ ચાલતો હોય તે શક્ય જ નથી) મોરબીના વઘાસીયા પાસે ગેરકાયદેસર ટોલનાકાનો બીજો ભાગ હજુ પણ ચાલુ છે.ગેરકાયદે ટ્રક, મેટાડોર સહિતના વાહનો પસાર કરવા કારખાનાની દિવાલ તોડી નાખી હતી.જો સમાચાર શરૂ થતાની સાથે જ ગેરકાયદે ટોલનાકા ઉપર ઉઘરાણા કરનારાઓ પૈકીના કોઇ ત્યાં હાજર નથી.

બામણબોર-કચ્છ નેશનલ હાઈવે પરના વાંકાનેર નજીક વઘાસિયા ટોલ પ્લાઝા પાસે ટોલનાકું બાયપાસ કરીને ખાનગી માલિકીની જમીનમાંથી રસ્તો બનાવી કેટલાક ઇસમો છેલ્લા દોઢ વર્ષથી ખાનગી ટોલનાકું ઊભું કરી રોજ ફોર વ્હિલ વાહનચાલક પાસેથી રૂ.૫૦, મેટાડોર અને આઈસરના ચાલક પાસેથી રૂ.૧૦૦ અને ટ્રકના ચાલક પાસેથી રૂ.૨૦૦ નું ઉઘરાણું કરી રહ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ગેરકાયદે ટોલનાકું છેલ્લા દોઢ વર્ષથી ધમધમી રહ્યું છે અને પોલીસ, કલેક્ટર, અધિક કલેક્ટર, એનએચએઆઈ કે અન્ય કોઇ સરકારી વિભાગના ટોચના અધિકારીઓને તેની જાણ સુદ્ધા નથી..! (શું આ શક્ય છે..? કે પછી સૌની મિલિભગત છે તે તપાસનો વિષય છે.) ખુલ્લેઆમ રોજના હજારો અને મહિને લાખો અને વર્ષે કરોડો રૂપિયા ઉઘરાવી ઘરભેગા કરાયા હોવાની બુમ ઉઠી રહી છે.

દક્ષિણ ગુજરાતમાં એક સરકારી કચેરી ગેરકાયદે ધમધમતી હોવાના અહેવાલ તાજા જ છે ત્યારે મોરબીથી માત્ર ૨૫ કિલોમીટર દૂર નેશનલ હાઈવે પર ગેરકાયદે ટોલનાકું ઊભું કરી દેવાની ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે આ બાબતે જો તપાસ કરવામાં આવે તો અનેક સરકારી અધિકારીના તપેલા ચડી જાય તેમ છે અને માથાભારે તત્ત્વો જેલભેગા થાય તેમ છે. બામણબોરથી કચ્છ તરફ જવાના રસ્તા પર વઘાસિયા ગામ પાસે નેશનલ હાઈવે ઓથોરિટીએ ટોલ પ્લાઝા બનાવ્યું છે.

આ ટોલ પ્લાઝા પર ટોલટેક્સ ન આપવો પડે અને પોતે ટોલના રૂપિયા ઉઘરાવીને ઘર ભરી શકાય તે માટે એક ટોળકી દ્વારા છેલ્લા દોઢ વર્ષથી વ્હાઈટ હાઉસ નામની બંધ ફેક્ટરીમાંથી રસ્તો બનાવીને ત્યાંથી પસાર થતા વાહનચાલકો પાસેથી ખુલ્લેઆમ ઉઘરાણા કરી રહ્યા છે. આ બાબતે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ અજાણ છે તેમજ સંપૂર્ણપણે તપાસ કરાવવામાં ઐવશે તેમ જાણવા મળેલ છે.

પ્રોજેક્ટ ડાયરેક્ટરે કહ્યું આ ગંભીર બાબત

મોરબીના વઘાસિયા ટોલ પ્લાઝા મામલે ગાંધીધામ ડિવિઝનના પ્રોજેક્ટ ડાયરેક્ટર જિતેન્દ્ર ચૌધરી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ પ્લાઝા એક મહિના પહેલાં જ રાજકોટ ડિવિઝનમાંથી ગાંધીધામમાં ભેળવાયું છે તેમજ કોઇએ ટોલ પ્લાઝાને બાયપાસ કરીને રોડ બનાવી ઉઘરાણા કર્યા છે તેવી કોઇ ફરિયાદ તેમના સુધી પહોંચી નથી.જોકે આ ઘટના ખૂબ જ ગંભીર ગણાય અને તેને કારણે સરકારને ટોલની મોટી આવક ગુમાવવી પડે. જેને લઈને તમામ અધિકારીઓ અને ટોલ પ્લાઝાના કર્મચારીઓને બોલાવીને અહેવાલ માગવામાં આવશે.

અધિકારીએ બંધ ફેક્ટરીના માલિકને નોટિસ પણ આપી હતી

વઘાસિયા ટોલ પ્લાઝાના મેનેજર રમેશ અન્નામરેડીએ ગેંગ દ્વારા ઊભા કરાયેલા ટોલનાકા સંદર્ભે જે બંધ ફેક્ટરીમાંથી રસ્તો કાઢવામાં આવ્યો છે તે બાબતે ફેક્ટરીના સંચાલકોને નોટિસ પણ પાઠવી હતી અને આ ગેરકાયદે કૃત્ય તાકીદે બંધ કરવા પણ જણાવ્યું હતું. આમ છતાં દાદાગીરીથી રૂપિયના ઉઘરાણા ચાલુ હતા જો કે હવે તપાસનો ધમધમાટ શરૂ થયો હોવાનુ સામે આવ્યુ છે.






Latest News