મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી એલસીબીએ નવલખી રોડ ઉપર આવેલ રહેણાંક મકાનમાંથી ૧૫૯ બોટલ દારૂ પકડ્યો, આરોપીની શોધખોળ શરૂ


SHARE







મોરબી એલસીબીએ નવલખી રોડ ઉપર આવેલ રહેણાંક મકાનમાંથી ૧૫૯ બોટલ દારૂ પકડ્યો, આરોપીની શોધખોળ શરૂ

મોરબી એલસીબીના સ્ટાફને મળેલી બાતમીના આધારે સ્ટાફે મોરબીના નવલખી રોડ ઉપર આવેલા સેન્ટ મેરી ફાટક નજીકના જલારામ સોસાયટીના રહેણાંક મકાનમાં રેડ કરી હતી અને ત્યાં બુટલેગરના ઘરે કરવામાં આવેલ રેડ દરમિયાન રહેણાંક મકાનમાંથી ૧૫૯ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી હાલ દારૂનો જથ્થો જપ્ત કરીને પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં એલસીબીના સ્ટાફે બાતમીના આધારે રેડ કરી હતી.મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટ મેરી ફાટક પાસે આવેલ જલારામ સોસાયટીમાં રહેતા સાગર કાંતિલાલ પલાણ જાતે લોહાણા નામના બુટલેગરના રહેણાંક મકાનમાં રાત્રિના ૧૦:૩૦ વાગ્યાના અરસામાં રેડ કરવામાં આવી હતી અને ત્યાં ઘરની તલાસી લેવામાં આવતા મકાનમાંથી જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને દારૂની ૧૫૯ બોટલો મળી આવી હતી.જેથી રૂપિયા ૭૨,૦૫૫ નો દારૂનો જથ્થો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો.હાલ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સાગર કાંતિલાલ પલાણ નામના બુટલેગર સામે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા પામેલ આધેડ રાજકોટ ખસેડાયા

મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલ ખાખરાવાળી મેલડી માતાના રસ્તે જુની આરટીઓ પાસે રહેતા માનસિંગભાઈ જીવણભાઈ માલણીયાત નામના ૬૫ વર્ષના વૃદ્ધને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચી હતી અને ઇજા પામેલા હાલતમાં તેઓને મોરબીની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને જ્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે તેમને રાજકોટ ખસેડાયા છે.હાલ બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

યુવાન સારવારમાં

મોરબીના યદુનંદન ગેઇટ પાસે શાક માર્કેટના સામેના ભાગે કોઈ અગમ્ય કારણોસર કિશન દિલીપભાઈ કક્કડ (૨૫) રહે.રણછોડ નગર અમૃત પાર્ક પાસે નવલખી રોડ વાળો ફીનાઇલ પી ગયો હતો જેથી તેને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.કિશન રીક્ષા ડ્રાઇવિંગનું કામકાજ કરીને ગુજરાત ચલાવે છે અને દરમિયાનમાં તેણે ફિનાઈલ પી લીધું હોય તેને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો.જેને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

વૃદ્ધા સારવારમાં

મોરબીના શક્તિ ચોક પાસેથી બાઈકમાં બેસીને જતા સમયે ત્યાં બાઈકના પાછળના ભાગેથી નીચે પડી જતા હલીમાબેન ઉમરખાં મકરાણી (૭૬) રહે. રોહીદાસપરા મોરબી નામના વૃદ્ધાને ઇજાઓ થતા તેમને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા.






Latest News