વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

માળિયા (મી)ના રાસંગપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ઉત્સાહભેર આવકાર


SHARE











માળિયા (મી)ના રાસંગપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ઉત્સાહભેર આવકાર

માળિયા તાલુકાના રાસંગપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું. જ્યાં ગામમાં ઉત્સાહભેર રથને આવકાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાસંગપરના ગ્રામજનો અને સૌ ઉપસ્થિતોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળી પ્રદર્શન નિહાળ્યું હતું. આ પ્રસંગે ગ્રામ પંચાયતની ૧૦૦% નળ જોડાણની સિદ્ધિ માટે પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ પણ લીધા હતા આ કાર્યક્રમ અન્વયે ખેડૂત મિત્રોને અધ્યતન ખેતી પદ્ધતિમાં ઓછા ખર્ચે અને નેનો યુરિયા ખાતરનો સરળતાથી છંટકાવ કરતા ડ્રોન ટેકનોલોજી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાસંગપર ગામના આગેવાનો અને ગ્રામજનો, જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ અને સરકારી વિભાગના અધિકારી/કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.




Latest News