વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ગેરકાયદે ટોલનાકાની ફરિયાદ બાબતે જેરામભાઈએ ધારાસભ્યને સાથે રાખીને કરી એસપીને રજૂઆત


SHARE











મોરબી જીલ્લામાં ગેરકાયદે ટોલનાકાની ફરિયાદ બાબતે જેરામભાઈએ ધારાસભ્યને સાથે રાખીને કરી એસપીને રજૂઆત

મોરબી જિલ્લાના વાંકાનેર નજીક આવેલ વઘાસિયા ટોલનાકા પાસે બંધ પડેલ ફેક્ટરીમાંથી રસ્તો કાઢીને ગેરકાયદે ટોલનાકુ ઊભું કરવામાં આવ્યું હતું અને ત્યાંથી ઉઘરાણા કરવામાં આવતા હતા જે બાબતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે સીદસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈના દીકરા સહિત કુલ પાંચ સામે ફરિયાદ નોંધાયેલ છે ત્યારે પાટીદાર સમાજના આગેવાન જેરામભાઈ ટાંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને સાથે રાખીને મોરબી જિલ્લાના એસપીને રજૂઆત કરવા માટે પહોચ્યા હતા.

છેલ્લા દોઢેક વર્ષથી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર વઘાસિયા ટોલનાકા પાસે આવેલ બંધ પડેલ વ્હાઇટ હાઉસ ફેક્ટરીમાથી ગેરકાયદે રસ્તો બનાવીને ત્યાંથી વાહનોને કાઢવામાં આવતા હતા અને તે વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરવામાં આવતા હતા જેથી સરકારને ટોલટેકસમાં નુકશાની જતી હતી જેથી કરીને આ બાબતે સમાચારો આવ્યા પછી અધિકારીઓએ દોડતા થયા હતા અને આ બાબતે ગઇકાલે સાંજે પોલીસે ફરિયાદી બનીને સીદસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈ વાસજાળીયાના દીકરા અને વ્હાઇટ હાઉસ સિરામિક ફેકટરી વાળા અમરશીભાઈ જેરામભાઈ પટેલ સહિત કુલ મળીને પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધી હતી અને હાલમાં આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે તેવામાં સીદસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈ વાસજાળીયાએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે તેઓએ ભાડા કરાર કરીને ફેકટરી ભાડે આપી છે અને ભાડુઆત શુ કરે તે તેઓને ખબર ન હતી જો કે, ત્યાર બાદ જેરામભાઈ વાસજાળીયા ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને સાથે રાખીને એસપીને ફરિયાદ બાબતે રજૂઆત કરવા માટે પહોચ્યા હતા અને ત્યાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે, ગેરકાયદે ટોલનાકા બાબતે જે ફરિયાદ કરવામાં આવી છે તેમાં તેના દીકરા અમરશિભાઈના નામના ઉલ્લેખ છે તે બાબતે તેઓ ધારાસભ્યને સાથે રાખીને રજૂઆત કરવા માટે આવ્યા હતા




Latest News