માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું
Breaking news
Morbi Today

માળીયા (મી)ના રોહિશાળા ગામે ખેડુતની હત્યાના ગુનામાં તેની વાડીએ કામ કરતાં કાકી-ભત્રીજાની ધરપકડ


SHARE







માળીયા (મી)ના રોહિશાળા ગામે ખેડુતની હત્યાના ગુનામાં તેની વાડીએ કામ કરતાં કાકી-ભત્રીજાની ધરપકડ

માળીયા મિયાણા તાલુકાનાં રોહિશાળા ગામે ખેડૂત યુવાનની તીક્ષ્ણ હથિયાર મારીને હત્યા કરવામાં આવી હતી જેની મૃતક યુવાનના ભાઈએ માળીયા તાલુકા પોલીસ સ્ટેશને તેની જ વાડીએ કામ કરતાં મજૂરોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં હાલમાં પોલીસે મૃતક ખેડૂતની વાડીએ પતિ પત્નીની જેમ રહીને મજૂરી કામ કરતાં કાકી-ભત્રીજાની ધરપકડ કરેલ છે અને આરોપીની મહિલાના મૃતક યુવાને અડપલાં કરેલ હોવાની શંકાના આધારે તેની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં વિગત સામે આવી હતી

જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાનાં રોહિશાળા ગામે રહેતા ચંદુલાલ જાદવજીભાઈ કાલરીયા જાતે પટેલ (૫૭)એ તેઓના ખેતરે કામ કરતાં આદિવાસી રાકેશભાઈ અને તેની સાથે પત્નીની જેમ રહેતી મહિલાની સામે પોતાના ભાઈની હત્યાની ફરિયાદ કરી હોવાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કેફરિયાદીનો ભાઈ પરેશભાઈ જાદવજીભાઈ કાલરીયા (૩૭)ને છરી જેવા તીક્ષ્ણ હથિયાર વડે માથાની પાછળના ભાગમાંગાળા ઉપર અને મોઢા ઉપર ઘા મારીને તેના જ ખેતરમાં હત્યા કરવામાં આવી હતી અને ખેડૂત યુવાનની હત્યા કરવામાં આવી ત્યારથી તેના ખેતરે કામ કરતાં બને મજૂર ગુમ થઈ હતા હતા જેથી તેને જ હત્યા કરી હોવાની પ્રબળ શંકા હતી જેથી પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને આ ગુનામાં હાલમાં પોલીસે આરોપી રાગેશ ઉર્ફે રાકેશ જુવાનસિંગ બધેલ (૪૦) અને રાજબાઈ નરસિંગ બધેલ (૪૨) રહે બંને હાલ રોહિશાળા વાળાની ધરપકડ કરેલ છે અને આ બંને આરોપી છોટા ઉદેપુર તેમજ મધ્યપ્રદેશમાં હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જઈને આરોપીની ધરપકડ કરી હતી અને પોલીસની પ્રાથમિક તપાસમાં એવી માહિતી સામે આવી છે કે આરોપી રાકેશ અને રાજબાઈ સબંધમાં ભત્રીજો-કાકી થાય છે અને પ્રેમ સબંધ હોવાથી તેઓ ત્યાંથી ભાગીને અહી આવ્યા હતા અને પતિ પત્નીની જેમ મૃતકની વાડીએ રહેતા હતા જો કે, મૃતક યુવાને મહિલાના અડપલાં કરીને તેની પાસે અણછાજતી માંગણી કરી હતી જેથી તેની હત્યા કરવામાં આવી હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં હત્યાના કામે વપરાયેલ હથિયાર તેમજ મૃતકનું બાઇક ગુમ થયું હતું તે બંને કબજે કરેલ છે 




Latest News