મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી નજીક પેપર મિલમાં વેસ્ટ પેપરના જથ્થામાં વિકરાળ આગ, લાખોનું નુકશાન: અધ્યતન ફાયર સ્ટેશનની જોવાતી રાહ !


SHARE













મોરબી નજીક પેપર મિલમાં વેસ્ટ પેપરના જથ્થામાં વિકરાળ આગ, લાખોનું નુકશાન: અધ્યતન ફાયર સ્ટેશનની જોવાતી રાહ !

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પેપર મિલના કારખાનામાં વહેલી સવારે વેસ્ટ પેપરના જથ્થામાં આગ લાગવાની ઘટના બની હતી જેને કંટ્રોલ કરવા માટે પ્રથમ કારખાનામાં રાખવામા આવેલ ફાયરના સાધનોથી પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો જો કે, આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા તાત્કાલિક આ અંગેની મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી કરીને ફાયર વિભાગના ત્રણ ફાયર ફાઈટર હાલમાં ઘટના સ્થળે છે અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પેપરમીલમાં લાગેલી આગને કાબુમાં કરવા માટે થઈને પાણીનો સતત મારો ચલાવવામાં આવી રહ્યો છે જોકે, આગે વિકરાળ બની હોવાથી આગને કંટ્રોલ થતા સમય લાગશે તેવું હાલમાં મોરબી નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે

મોરબીની આસપાસના વિસ્તારમાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ તેમજ પેપરમીલ ઉદ્યોગ, લેમીનેટ ઉદ્યોગ, ઘડિયાળ ઉદ્યોગ વગેરે અનેક નાના મોટા ઉદ્યોગો આવેલા છે તેમ છતાં પણ ઉદ્યોગની અંદર કામ કરતા લોકોની સલામતી તથા ઉદ્યોગકકારોના જાનમાલને કોઈપણ સમયે આગ અકસ્માતની ઘટના બને ત્યારે ઓછામાં ઓછો નુકસાન થાય તેના માટે થઈને આજની તારીખે પણ મોરબી જિલ્લામાં એક પણ અધ્યતન ફાયર સ્ટેશન નથી જેના કારણે આગ અકસ્માતની કોઈ મોટી દુર્ઘટના થાય ત્યારે હર હંમેશ અન્ય જિલ્લાઓમાંથી ફાયરના સાધનો સાથેની ટીમોને મોરબી જિલ્લામાં દોડાવી પડે છે અને કલાકો નહીં પરંતુ દિવસો સુધી પાણીનો મારો કરવામાં આવે ત્યારે આ અકસ્માતની ઘટના કંટ્રોલમાં આવતી હોય છે તેવું અગાઉ અનેક વખત મોરબી જીલ્લામાં બનેલ છે

અગાઉ મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ અજંતા કંપનીમાં લાગેલી આગ ત્રણ દિવસ કરતાં વધુ સમય ચાલુ રહી હતી ત્યારબાદ તે કંટ્રોલમાં આવી હતી તેવી જ રીતે વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ દિયાન પેપર મીલ ખાતે દોઢેક વર્ષ પહેલા આગ લાગવાની એક ઘટના બની હતી અને તે ઘટના પણ ત્રણ દિવસ સુધી પાણીનો મારો કરવામાં આવ્યો હતો ત્યાર બાદ આગ કંટ્રોલમાં આવી હતી અને આવી ઘટનાઓ અનેક વખત બનતી હોય છે તેમ છતાં પણ મોરબીમાં આજની તારીખે કોઈ અધ્યતન ફાયર સ્ટેશન આપવામાં આવ્યું નથી !તેવામાં મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પાર્થ પેપર્સ એલએલપી નામના કારખાનામાં આગ લાગવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પાર્થ પેપર્સ એલએલપી નામના કારખાનામાં વહેલી સવારે ૩:૩૦ થી ૪:૦૦ વાગ્યાના અરસામાં વેસ્ટ પેપરના જથ્થામાં આગ લાગવાની ઘટના બની હતી જેથી કરીને આગને કંટ્રોલ કરવા માટેના કારખાનેદાર દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા હતા જોકે આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા આ અંગે તાત્કાલિક મોરબી નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી જેથી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ત્રણ ફાયર ફાઈટર સાથે પાર્થ એલએલપી કારખાના ખાતે પહોંચી છે અને ૪:૩૦ વાગ્યાથી પાણીનો મારો સતત ચાલુ રાખીને આગને કંટ્રોલ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેમજ જે વિભાગમાં આગ નથી લાગી ત્યાંથી પેપરના જથ્થાને દૂર ખસેડવા માટેની કામગીરી કારખાનેદાર દ્વારા તાત્કાલિક શરૂ કરવામાં આવી છે જોકે ફાયર વિભાગના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે હાલમાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું છે તે જોતાં આગને કંટ્રોલ કરતા બપોર સુધીનો સમય લાગે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે જોકે, સો ટકા આગ ક્યારેક કાબુમાં આવશે તે હાલમાં કહેવું મુશ્કેલ છે અને આ આગ લાગવાના કારણે કારખાનેદારને લાખો રૂપિયાનું નુકસાન થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી






Latest News