વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

જેરામભાઈએ નૈતિકતાના ધોરણે ઉમિયાધામ સીદસરના પ્રમુખ પદેથી રાજીનામુ આપવું જોઈએ: મનોજ પનારા


SHARE











જેરામભાઈએ નૈતિકતાના ધોરણે ઉમિયાધામ સીદસરના પ્રમુખ પદેથી રાજીનામુ આપવું જોઈએ: મનોજ પનારા

તાજેતરમાં વાંકાનેરના વઘાસિયા ટોલનાકની બાજુમાં બોગસ ટોલનાકુ ઊભું કરીને ઉઘરાણા કરવામાં આ હતા તેની ફરિયાદ નોંધાયેલ છે જેમાં ઉમિયાધામ સીદસરના પ્રમુખ જેરામભાઈ વાસજાળીયાના દીકરાનું નામ પણ આરોપી તરીકે છે ત્યારે મોરબીમાં રહેતા પાસ અને કોંગ્રેસના આગેવાન મનોજ પનારાએ જેરામભાઈએ નૈતિકતાના ધોરણે ઉમિયાધામ સીદસરના પ્રમુખ પદેથી રાજીનામું મૂકવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરીને તેઓના રાજીનામાની માંગ કરેલ છે

મોરબીમાં રહેતા પાસ અને કોંગ્રેસના આગેવાન મનોજ પનારાએ સોશ્યલ મીડિયામાં તેનો એક વિડીયો અપલોડ કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, વઘાસિયાના બોગસ ટોલનાકા પ્રકરણમા ઉમિયાધામ સીદસર પ્રમુખ જેરામભાઈ વાસજાળીયાના દીકરા અમરસીભાઈનું નામ છે અને તેના સહિત કુલ પાંચ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાયેલ છે ત્યારે જેરામભાઈએ નૈતિકતાના ધોરણે પોતાના પદ ઉપરથી રાજીનામુ આપવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરીને તેના રાજીનામાંની માંગ કરી છે વધુમાં મનોજ પનારાએ જણાવ્યું છે કે, જેરામભાઈ વાસજાળીયા લાંબા સમયથી પ્રમુખ પદે છે અને સમાજમાં તેનો આંતરિક વિરોધ પણ છે અને પાટીદાર અનામત આંદોલન સમયે પણ જેરામભાઈની વરવી ભૂમિકા રહી હતી જેથી કરીને હાલમાં જેરામભાઈએ પોતાના પદ ઉપરથી સ્વૈચ્છીક રીતે રાજીનામુ આપવું જોઈએ અને યુવાનોને સમાજનું પ્રતિનિધિત્વ કરવા માટેની તક આપવી જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી છે




Latest News