વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના પેન્સનરો જોગ તિજોરી કચેરીની યાદી


SHARE











મોરબી જિલ્લાના પેન્સનરો જોગ તિજોરી કચેરીની યાદી

મોરબી જિલ્લા તિજોરી કચેરી, ખાતેથી IRLA સ્કીમ હેઠળના આવકવેરાને પાત્ર પેન્શનરોએ આવકમાંથી મજરે લેવા પાત્ર રકમ અંગેની વિગતો મોકલવી જરૂરી તમામ વિગતો તેમજ પાનકાર્ડની નકલ તા. ૩૧-૦૧-૨૦૨૪ સુધીમાં જિલ્લા તિજોરી કચેરી મોરબી ખાતે મોકલવાની રહેશે

મોરબી જિલ્લા તિજોરી કચેરી, ખાતેથી IRLA સ્કીમ હેઠળ રાજય સરકારનું પેન્શન મેળવતા તમામ પેન્શનરો જેમની પેન્શનની વાર્ષિક આવક રૂ. ૭,૫૦,૦૦૦ થી વધુ હોય અને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં આવકવેરાને પાત્ર થતી હોય તેવા તમામ પેન્શનરે તેમની આવકમાંથી મજરે લેવા પાત્ર રકમ અંગેની વિગતો, રોકાણ કર્યાના આધાર પુરાવાઓ, ઈન્કમટેક્ષ ગણતરી પત્રક, ભરવામાં આવેલ ઈન્કમટેક્ષની વિગતો તેમજ પાનકાર્ડની નકલ તા. ૩૧-૦૧-૨૦૨૪ સુધીમાં જિલ્લા તિજોરી કચેરી મોરબી ખાતે મોકલવાની રહેશે. અને રોકાણની વિગતો આધાર પુરાવા સમયમર્યાદામા રજુ કરવામાં નહીં આવે તો આવકવેરાના નિયમોનુસાર ટીડીએસની કપાત કરી લેવામાં આવશે. પાનકાર્ડની નકલ રજુ નહીં થવાને લીધે આવકવેરા કપાતની રકમ યોગ્ય સદરે જમા થઈ શકશે નહી તેમ મોરબીજિલ્લા તિજોરી કચેરી અધિકારી  શ્રી.બી.કે. પાઘડાળની યાદીમાં જણાવાયું છે.




Latest News