વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીરાનું અપહરણ


SHARE











મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીરાનું અપહરણ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું લગ્નની લાલચે લલચાવી ફોસલાવીને અપહરણ કરી જવામાં આવેલ હોય ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા હાલ પોલીસ દ્વારા ગુના નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

મોરબીના સામાકાંઠે આવેલ સોસાયટી વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય મજુર પરિવારની સગીર વયની દીકરીનું લગ્નની લાલચ આપીને લલચાવી ફોસલાવીને બદકામના ઇરાદે ત્રાજપર ચોકડી પાસે આવેલ ગોડાઉન નજીકથી તા.૨૪-૧૧ ના બપોરના ૩:૩૦ વાગ્યાના અરસામાં અપહરણ કરી જવામાં આવેલું હોય હાલ ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે સામેવાળા લખન ગોરધન ખારીવાલ રહે.જોઠાવત જિલ્લો ઉજ્જૈન મધ્યપ્રદેશ વાળાની સામે ફરીયાદ નોંધવામાં આવતા સીટી બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ પી.એ.દેકાવાડિયા દ્વારા આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬ મુજબ લખન ખારીવાલ સામે ફરિયાદ નોંધીને ભોગ બનેલ સગીરાને શોધવા અને આરોપીને પકડવાની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

વાહન અકસ્માતના બનાવમાં આરોપીની ધરપકડ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં ઉમિયા હોટલ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જે બનાવની અંદર કિશનભાઇ ખાંભળીયા નામના યુવાનનું મત નિપજ્યું હતું અને તે બનાવ સંદર્ભે કાનજી પોલાભાઈ ખાંભળીયાએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.જેની તપાસ દરમિયાન તાલુકા પોલીસ મથકના પીએસઆઇ જે.એલ.ઝાલા દ્વારા વાહન અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર વાહન ચાલક અબ્બાસ અલ્લારખા મોવર (૩૩) રહે. શક્તિનગર ટીંબડી પાટીયા પાસે મૂળ ધાંગધ્રા સોમનાથ મંદિર પાસે વાળાની આઈપીસી કલમ ૩૦૪(અ) હેઠળ ધરપકડ કરી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના જૂના ખારચિયા ગામે રહીને મજૂરી કામ કરતો અમૃત પ્રેમજીભાઈ રાઠવા નામનો ૨૬ વર્ષનો યુવાન મોરબીના ખાખરાળા ગામની પાસેથી જતો હતો ત્યારે ત્યાં રોડ ઉપર તેને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા ૧૦૮ વડે સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યો હતો અને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હોય તાલુકા પોલીસ દ્વારા નોંધ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

મોરબીના જેતપર-પીપળી રોડ ઉપર આવેલ વેલઝા સીરામીક નજીક રહીને મજૂરી કામ કરતો કમલ ભીમબહાદુર થાપા નામનો ૪૩ વર્ષનો યુવાન સોમનાથ પેટ્રોલ પંપ નજીકથી બાઈક લઈને જતો હતો ત્યાં રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ જતા સર્જાયેલ અકસ્માતમાં તેને ઈજા થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો અને તાલુકા પોલીસમાં જાણ થતા તાલુકા પોલીસ મથકના જે.બી.પરમાર દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.




Latest News