વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડ ઉપર રહેતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ કરનાર ઝડપાયો


SHARE











મોરબીના શનાળા રોડ ઉપર રહેતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ કરનાર ઝડપાયો

મોરબીના શનાળા રોડ ઉપર રહેતા પરિવારની સગીરવયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરવામાં આવ્યું હતું જેથી ભોગ બનેલ પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં આરોપીની ધરપકડ કરેલ છે

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના શનાળા રોડ ઉપર આવેલા સમયના ગેટ નજીકના વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ થયું હતું જેની સગીરાના પરિવારજનોએ ઘરમેળે તપાસ કરી હતી જોકે સગીરનો પતો ન લાગતા અંતે ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં તેઓએ એક મોબાઈલ નંબર આપેલ હતો તેના આધારે પોલીસે સગીરાને શોધવા માટે અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.એ. જાડેજા અને તેની ટીમ દ્વારા આરોપી કિશન કાંતિભાઈ પાણખાણીયા જાતે સોરઠિયા પ્રજાપતિ (૨૯) રહે. પટેલ વાડી-૮ જડેશ્વર મંદિર સામે જામનગર વાળાને જામજોધપુરના શેઠ વડાળા ગામેથી પકડવામાં આવેલ છે




Latest News