વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

ટંકારાના મીતાણા નજીક ટ્રેક્ટરને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર કાર સામે ગુનો નોંધાયો


SHARE











ટંકારાના મીતાણા નજીક ટ્રેક્ટરને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર કાર સામે ગુનો નોંધાયો

ટંકારા તાલુકાના મીતાણા ગામ પાસે સીમ વિસ્તારમાંથી પટેલ યુવાન પોતાનું ટ્રેકટર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કાર ચાલકે તેના ટ્રેક્ટરને હડફેટ લીધું હતું. જેથી કરીને ટ્રેક્ટર પલ્ટી મારી ગયુ હતુ અને યુવાનને ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે રાજકોટની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયુ હતું. હાલમાં આ બનાવમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની આગળની કાર્યવાહી કરેલ છે. 

જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારાના મીતાણા ગામે પ્રભુનગરમાં રહેતા દિલીપભાઈ નાનજીભાઈ ભાગીયા જાતે પટેલ (૪૪) નામનો યુવાન બે દિવસ પહેલા સાંજના સાતેક વાગ્યે પોતાનું ટ્રેકટર લઈને મીતાણા નેકનામ રોડે બહુચર વિદ્યાલય સામેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કાર નંબર જીજે ૩૬ એએફ ૮૮૦૫ ના ચાલકે તેના ટ્રેક્ટર નંબર જીજે ૩૬ ઇએ ૪૯૭૧ ને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ટ્રેક્ટર પલ્ટી મારી જવાના કારણે દિલીપભાઈ ભાગીયાને ઇજાઓ થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેમને રાજકોટ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ટુંકી સારવાર દરમિયાન દિલીપભાઇ ભાગીયાનું મોત થયુ હતુ. આ બનાવમાં હાલમાં મૃતક યુવાનના પિતા નાનજીભાઈ જુઠાભાઈ ભાગીયા (૬૪)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલકની સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.




Latest News