ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે મૈત્રી કરાર કરીને રહેતી પરિણીતા સાથે રહેતા યુવાનના અપહરણબ ગુનામાં સાતની ધરપકડ: બેની શોધખોળ


SHARE













મોરબીના રવાપર ગામે મૈત્રી કરાર કરીને રહેતી પરિણીતા સાથે રહેતા યુવાનના અપહરણબ ગુનામાં સાતની ધરપકડ: બેની શોધખોળ

મોરબી રવાપર ગામ ઉમીયા સોસાયટીમાં રહેતા યુવાને રાજકોટમાં રહેતી પરિણીતા સાથે મૈત્રી કરાર કરેલ છે અને છેલ્લા બે મહિનાથી મહિલા તેની સાથે મોરબીમાં રહેતી હતી દરમ્યાન મહિલાના પતિ, સસરા અને દિયર સહિતના શખ્સો દ્વારા યુવાનનું કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું જેની મહિલાએ ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે નાકાબંધી કરીને આરોપીને પકડવા તજવીજ શરૂ કરી હતી દરમ્યાન હાલમાં પોલીસે જસદણ તાલુકાના ભડલી ગામની સીમમા વાડીએ બાંધી રાખેલા યુવાનને છોડાવીને સાત આરોપીઓની ધરપકડ કરેલ છે જો કે, મહિલાના પતિ અને દિયર સહિતના આરોપી પકડવાના બાકી છે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હાલ મોરબી રવાપર ગામ ઉમીયા સોસાયટી રમેશભાઇ બોરીચાના મકાનમાં ભાડેથી રહેતા મુળ રાજકોટ વાળા ફરીયાદી વર્ષોબેન હરેશભાઇ હામાભાઇ કરમટાએ મૈત્રી કરાર કરેલ છે અને બે માસથી રમેશભાઇ ખોડાભાઇ નાગહ રહે. રવાપર ગામ મોરબી વાળા સાથે રહે છે જેથી ફરીયાદીના પતિ હરેશભાઇ હામાભાઇ કરમટા તેમજ તેમના સસરા હામાભાઈ પાંચાભાઇ કરમટા, દિયર માત્રા હામાભાઇ કરમટા રહે. બધા રાજકોટ વાળાઓએ ફરીયાદીના ઘરે આવી મૈત્રી કરારમાં રહેતા તે ઇસમ રમેશભાઇ ખોડાભાઇ નાગહને ઇકો ગાડીમાં જબરજસ્તીથી બેસાડી અપહરણ કરી લઈ ગયેલ હતા જેની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતની સાથે જ મોરબી જીલ્લામા નાકાબંધી કરી હતી તેમજ મોરબી સીટી એ ડીવીઝન, એલ.સી.બી, એસ.ઓ.જી સહિતની ટીમો તાત્કાલીક હયમુન સોર્સીસ તથા બનાવ સ્થળ નજીક સીસીટીવી તેમજ ટેકનીકલ સેલ આધારે અપહરણ થયેલ ઇસમની શોધખોળ શરૂ કરી હતી

આ બનાવને લઈને મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ ડીવાયએસપી પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ તપાસ ચાલી રહી હતી દરમ્યાન ચોકકસ હકિકત મળેલ કે અપહરણ કરેલ ઇસમને રાજકોટ જીલ્લાના જસદણ તાલુકાના ભડલી ગામની સીમમા ભુપતભાઇ ધુઘાભાઇ આલ રહે. ભડલી તાલુકો જસદણ વાળાની વાડીએ દોરડા વડે બાંધી રાખેલ છે જેથી અલગ અલગ પોલીસની ટીમો બનાવી વાડીએ જઈને અપહરણ કરેલ ઇસમને અપહરણ કર્તાઓની ચુગાલમાથી છોડાવેલ છે અને આ ગુનામાં હાલમાં પોલીસે હામાભાઇ પાંચાભાઇ કરમટા રહે. આજીડેમ બાજુમા ગોકુલપાર્ક શેરીનં.૨ રાજકોટ, ભુપતભાઇ ઘુઘાભાઇ આલ રહે. ભડલી તાલુકો જસદણ, લાલજીભાઇ વેરશીભાઇ ખાંભલા રહે. ભડલી તાલુકો જસદણ, ભરતભાઇ જીવણભાઇ કરોતરા રહે. સેન્ટમેરી સ્કુલ પાછળ જલારામમંદીર પાસે મોરબી, શકિતસિંહ મહોબતસિંહ વાળા રહે. કન્યાછાત્રાલય રોડ ચંદ્રેશનગર-૨ મોરબી, સંજયભાઇ રાયાભાઈ મીઠાપરા રહે. આજીડેમ ચોકડઠી ભારતનગર રાજકોટ અને અશોકભાઇ ગોરધનભાઈ ધરજીયા રહે. રાધેક્રિષ્ના સોસાયટી રામધનની બાજુમા રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે અને આ ગુનામાં હરેશભાઇ હામાભાઇ કરમટા અને માત્રાભાઇ હામાભાઇ કરમટા રહે, બંને શીવધારા સોસાયટી હુડકો ચોકડી રાજકોટ તેમજ તપાસમા જેના નામ સામે આવે તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે આ કામગીરી એ ડિવિઝન પીઆઇ એચ.એ. જાડેજા, પીએસઆઈ એ.વી. પાતળીયા, ઇનચાર્જ પીઆઇ એલસીબી એચ.એમ.વ્યાસ, પીએસઆઈ કે.એચ. ભોચીયા અને એન.સી. ચુડાસમા તેમજ એસઓજીના પીએસઆઈ આર.વી. અંસારી સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી






Latest News