મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાંકાનેરના સરતાનપર રોડ પર પ્રોપેન ગેસ લીકેજના સિનેરિયો આધારિત મોક ડ્રીલ યોજાઈ મોરબીના રફાળેશ્વર ગામ પાસે સીરામીક કારખાનામાં બનાવેલ ગોડાઉનમાં રાખવામાં આવેલ નાફેડની મગફળીના જથ્થામાં વિકરાળ આગ, ફાયરની 7 ટીમો સ્થળ ઉપર મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનમાંથી નિલેશ એરવાડીયાને આંદોલન સમિતિએ તાત્કાલિક છૂટા કર્યા મોરબીમાં બાઈક પાર્કમાં બબાલ, યુવક ઉપર છરી-ધોકાથી હુમલો મોરબીમાં યુવતી કહ્યા વગર ગુમ : પોલીસ દ્વારા શોધખોળ શરૂ મોરબીના મહેન્દ્રનગરની યુવતી ગુમ, ટીંબડી નજીકના ફાયરીંગમાં આરોપીની ધરપકડ પોલીસની ધાક કયાં ? : માળીયા મિયાણામાં લગ્ન પ્રસંગે થયેલ બોલાચાલીનું વેર લેવા બાઈક સાથે કાર અથડાવી પાઇપ વડે હુમલો-ભાગવા જતા બંદૂકથી ફાયરિંગ ! માળિયા મિયાણા માટે મોટી ખુશખબર: ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ને માળિયા સ્ટેશન પર સ્ટોપેજની સત્તાવાર મંજૂરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વઘાસીયા ટોલ પ્લાઝા પાસે પંચર બંધ કરાતા દૈનિક આવકમાં પાંચ લાખથી વધુનો વધારો: બોગસિયા કેટલા કમાયા ?


SHARE









મોરબી જિલ્લાના વઘાસીયા ટોલ પ્લાઝા પાસે પંચર બંધ કરાતા દૈનિક આવકમાં પાંચ લાખથી વધુનો વધારો: બોગસિયા કેટલા કમાયા ?

મોરબી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે રોડ પર વઘાસીયા પાસે ટોલનાકુ આવેલું છે અને તે ટોલનાકાની બાજુમાં બંને બાજુએ ગેરકાયદે ટોલનાકા શરૂ કરી દેવામાં આવ્યા હતા અને ત્યાંથી પસાર થતાં વાહન ચાલકો પાસેથી ગેરકાયદે ઉઘરાણા કરવામાં આવતા હતા અને ટોલનાકાને બાયપાસ કરી નાખવામાં આવ્યું હતું જેના સમાચાર ઉજાગર થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને વઘાસીયા ટોલ પ્લાઝા પાસે જેટલા પણ પંચર હતા તે બંધ કરવામાં આવ્યા છે જેથી કરીને હાલમાં આ ટોલ પ્લાઝા ઉપરથી જે વાહનો પસાર થતાં હતા તેમાં ૧૭૦૦ થી ૧૮૦૦ જેટલા વાહનોની સંખ્યામાં વધારો થયેલ છે જેથી કરીને ટોલ પ્લાઝની આવકમાં દૈનિક પાંચ લાખથી વધુનો વધારો થયેલ છે ત્યારે ગેરકાયદે ટોલનાકા બનાવીને ઉઘરાણા કરનારા બોગસિયા છેલ્લા વર્ષોમાં કેટલા કમાયા હશે તે સૌથી મોટો સવાલ છે

મોરબી જિલ્લાના વઘાસીયા પાસે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત ટોલનાકા ઉપરથી જે વાહનો નીકળે તેની પાસેથી સરકારના નિયમ મુજબ વાહન ચાલકો પાસેથી સેફ વે કંપની દ્વારા ટોલટેક્સ વસૂલ કરવામાં આવે છે જોકે વઘાસિયા ટોલનાકાની બંને બાજુએ ગેરકાયદેસર ટોલનાકા શરૂ કરી દેવામાં આવ્યા હતા અને ત્યાંથી પસાર થતાં વાહન ચાલકો પાસેથી ગેરકાયદે ઉઘરાણા કરવામાં આવતા હતા અને આ સમગ્ર મામલો જ્યારે સમાચારના મધ્યમમાં ઉજાગર થયો ત્યારબાદ કલેક્ટર, પોલીસ અને વહીવટી તંત્ર દોડતું થયેલ છે અને ગત સોમવારે સાંજના સમયે વાઈટ હાઉસ કારખાનાના માલિક અમરશીભાઈ જેરામભાઈ પટેલવઘાસિયા ગામના માજી સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિત કુલ મળીને પાંચ શખ્સોની સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી હતી જો કે હજુ સુધી આ ગુનામાં પોલીસ એક પણ આરોપીને પકડી શકેલ નથી તે હક્કિત છે 

હાલમાં વઘાસિયા ટોલ પ્લાઝાનું કામ કરતી એજન્સીના સ્ટાફ પાસેથી મળી રહેલી માહિતી મુજબ વઘાસિયા ગામે બાજુથી અને કારખાનામાંથી વાહનોને કાઢવા માટે જે ગેરકાયદે રસ્તા બનાવીને ઉઘરાણા કરવામાં આવતા હતા તે ટોલ પ્લાઝાના પંચર બંધ કરવામાં આવેલ છે જેથી કરીને વઘાસિયા ટોલનાકા ઉપરથી પસાર થતાં વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અગાઉ વઘાસિયા ટોલ પ્લાઝા ઉપરથી દૈનિક ૭૦૦૦ જેટલા વાહનોની અવરજવર થતી હતી જોકે, ગેરકાયદે ટોલનાકા બંધ કરાવવામાં આવ્યા બાદ છેલ્લા દિવસોમાં વાહનોની આવકમાં વધારો થયેલ છે અને હાલમાં દૈનિક ૧૭૦૦ થી ૧૮૦૦ જેટલા વાહનોની સંખ્યામાં વધારો થયેલ છે જેથી કરીને ટોલ પ્લાઝાની દૈનિક આવક હતી તેમાં પાંચ લાખથી વધુનો વધારો થયેલ છે ત્યારે બોગસ ટોલનાકા બનાવીને ઉઘરાણા કરનારા શખ્સો છેલ્લા વર્ષોમાં બોગસ ટોલનાકેથી કેટલા રૂપિયા કમાયા હશે તે પણ તપાસનો વિષય છે અને હજુ પણ આવક વધશે તેવું દેખાઈ રહ્યું છે જોકે, જે પાંચ શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે તેમાં આરોપીને પોલીસ કયારે પકડશે તે સૌથી મોટો સવાલ છે અને જે તપાસ સમિતિ બનાવવામાં આવી છે તેના રિપોર્ટની પણ હાલમાં રાહ જોવાઈ રહી છે






Latest News