વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબી નજીક ગૌશાળામાં ડમ્પરની હાઇડ્રોલિક લારી ઇલેક્ટ્રીક વાયરમાં અડી જતાં શોર્ટ લગતા યુવાનનું મોત


SHARE











મોરબી નજીક ગૌશાળામાં ડમ્પરની હાઇડ્રોલિક લારી ઇલેક્ટ્રીક વાયરમાં અડી જતાં શોર્ટ લગતા યુવાનનું મોત

મોરબીના રાજપર રોડ ઉપર આવેલ ગૌશાળામાં ડમ્પરની હાઇડ્રોલિક લારી ઉપર કરીને ડમ્પરને આગળ લેતા પીજીવીસીએલની ઇલેક્ટ્રીક લાઈન સાથે ડમ્પર અડી જતા શોર્ટ લાગવાથી યુવાનને ગંભીર ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના અમરાપર નાગલપર ગામે રહેતા અને ડ્રાઇવિંગનું કામ કરતા જગદીશભાઈ પરસોતમભાઈ રૂદાતલા જાતે કોળી (૩૮) નામનો યુવાન મોરબીના રાજપર રોડ ઉપર આવેલ પરફેક્ટના શોરૂમની બાજુમાં ગૌશાળામાં પોતે માટીનું ડમ્પર ચલાવતો હોય તે ડમ્પર લઈને ગયો હતો અને ત્યાં ડમ્પરની હાઇડ્રોલિક લારી ઉપર કરીને ગાડી આગળના ભાગમાં લેતા ઉપરથી પસાર થતી પીજીવીસીએલની ઈલેક્ટ્રીક લાઈનને ડમ્પર અડી ગયું હતું જેથી કરીને શોર્ટ સર્કિટ થવાના કારણે જગદીશભાઈ રૂદાતલાને ગંભીએ ઇજા થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને તે યુવાને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ અકસ્માતના આ બનાવાની મૃતક યુવાનના ભાઈ મહેશભાઈ પરસોત્તમભાઈ રૂદાતલા જાતે કોળી (૪૩) રહે. અમરાપર નાગલપર વાળાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા છે




Latest News