સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા ટંકારાના ભૂતકોટડાથી ચોટીલા પૂનમ ભરવા માટે જતા બે યુવાનોના બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત: બંને ઇજાગ્રસ્ત સારવારમાં મોરબીના મોડપર ગામે અગાઉ થયેલ માથાકૂટનો ખાર રાખીને યુવાનને ગુપ્ત ભાગે પાટુ અને ખભામાં પાઇપ માર્યો: બે શખ્સો સામે ફરિયાદ ટંકારાના લતીપર રોડ ઉપર બાઈક સાથે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઈજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના સતાપર ગામની સીમમાં વાડી નજીક જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના રણછોડનગરમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત છ જુગારી પકડાયા


SHARE









મોરબીના રણછોડનગરમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત છ જુગારી પકડાયા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ત્રણ મહિલા સહિત કુલ મળીને છ વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૨૭૭૦ ની રોકડ કબજે કરી મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર શેરી નં-૨ માં કિસ્મત ચક્કી વાળી શેરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા દિલીપભાઈ સોંડાભાઈ પાટડીયા જાતે કોળી (૪૫), ગીતાબેન રમેશભાઈ ધરજીયા જાતે કોળી (૩૫), હંસાબેન માધુભાઈ ડાભી જાતે કોળી (૪૫), પૂજાબેન અનિલભાઈ ચૌહાણ જાતે કોળી (૪૦), જયેશભાઈ માણેકભાઈ ત્રિવેદી જાતે કોળી (૨૨) અને અજયસિંહ જીવણસિંહ ખીચી જાતે રાજપૂત (૨૪) રહે. બધા રણછોડનગર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૨૭૭૦ ની રોકડ કબજે કરી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

વાહનમાં નુકશાન

વાંકાનેર બાઉન્ડ્રી ઠીકરીયાડી ટોલનાકા પાસેથી રાજકોટના પુનિત નગર-૨ શેરી નં-૨ માં રહેતા કિશોરભાઈ ઠાકરશીભાઈ જાદવ જાતે કોળી (૪૦) નામનો યુવાન પોતાની કાર નંબર જીજે ૩ જેસી ૪૪૮૨ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક નંબર જીજે ૩ બીવાય ૧૫૭૫ ના ચાલકે તે કારમાં પાછળથી પોતાનો ટ્રક અથડાવ્યો હતો જેથી કરીને કારમાં પાછળના ભાગે અને ડ્રાઇવર સાઇડમાં નુકસાની થયેલ હોય ભોગ બનેલા યુવાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News