વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં નવ બેઠક બિનહરીફ: બે બેઠક માટે છ ફોર્મ ભરાયા


SHARE











મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં નવ બેઠક બિનહરીફ: બે બેઠક માટે છ ફોર્મ ભરાયા

મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘના વર્તમાન હોદેદારોની મુદત પુરી થઈ રહી છે જેથી કરીને આગામી તા ૨૯ મી ડિસેમ્બરે ચૂંટણી યોજાનાર છે. ત્યારે આ ચૂંટણી માટે ઉમેદવારી પત્રકો ભરવાનો ગઇકાલે છેલ્લા દિવસ હતો ત્યારે કુલ ૧૧ બેઠકો પૈકીની બે બેઠક માટે કુલ મળીને છ ઉમેદવારી પત્રો ભરવામાં આવેલ છે અને તે બે બેઠક માટે ચૂંટણી યોજવાની છે જો કે, નવ બેઠકો બિનહરીફ થઈ ગયેલ છે

મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંધના વર્તમાન હોદેદારોની મુદત પૂરી થઈ છે ત્યારે આ દૂધ સંઘની કુલ મળીને ૧૧ બેઠકો માટેની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી જો કે, ૧૧ પૈકીની નવ બેઠકો તો બિનહરીફ થઈ ગયેલ છે જો કે, વાંકાનેર ઝોન-૧ અને ૨ આ બે બેઠક ઉપર ભાજપ પ્રેરિત એક-એક અને અન્ય બે-બે આમ કુલ મળીને એક બેઠક ઉપર ત્રણ એટલે કે બે બેઠક માટે કુલ મળીને છ ઉમેદવારી પત્રો ભરવામાં આવેલ છે આ ફોર્મ તા ૧૩ સુધીમાં પરત ખેંચવાનો સમય છે  અને ત્યાર બાદ આગામી તા ૨૯ મીએ બે બેઠક માટેની ચૂંટણી યોજાશે. એટીઆર ઉલેખનીય છે કે, મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘની સ્થાપના ૧૦ વર્ષ પહેલા કરવામાં આવી હતી અને આ દૂધ સંઘ મહિલાઓ સંચાલિત છે આ દૂધ સંઘમાં ૩૦૦ જેટલી દૂધ મંડળીઓ જોડાયેલ છે અને દરરોજ ૧.૮૦ લાખ લિટર દૂધ આવે છે




Latest News