હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી : એન.ડી.પી.એસ.ના ગુનામાં ફરાર આરોપીને એલસીબીએ પકડ્યો


SHARE













મોરબી : એન.ડી.પી.એસ.ના ગુનામાં ફરાર આરોપીને એલસીબીએ પકડ્યો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલ એનડીપીએસના ગુનામાં ફરાર આરોપીને મોરબી એલસીબીના સ્ટાફે પકડી પાડ્યો હતો.

રેંજ આઇજી અશોકકુમાર યાદવ તથા જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી દ્વારા નાશતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના કરાયેલી હોય એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડ્યા તથા સ્ટાફ દ્વારા તે દિશામાં ચાલુ હતી દરમિયાનમાં એલસીબીના પીએસઆઇ એન.એચ.ચુડાસમા તથા કે.એચ.ભોચીયા તથા એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ નાસતા ફરતા આરોપીઓને પકડવા પ્રયત્નશીલ હતા.તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના જયવંતસિંહ ગોહીલ, પુથ્વીસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને ખાનગીરાહે હકિકત મળેલ કે, મોરબી સિટી બી ડિવી. પોલીસ મથકમાં નોંધાયેલ એનડીપીએસ એકટ કલમ ૮(સી), ૨૦(૨)બી ના ગુનામાં ફરાર આરોપી ભરતભાઈ રતીલાલભાઇ ચૌહાણ રહે.ધ્રાંગધ્રા ડાભી સોસાયટી, સીએનજી પંપ પાસે મુળ રહે.રાજપર તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળો વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં રહેતા તેમના સબંધી મનોજભાઇ દરજીના ઘરે આવવાનો છે તેવી ચોકકસ બાતમી મળતા પોલીસે તે જગ્યાએ તપાસ કરતા તે ગુનામાં ફરાર ભરતભાઇ રતીલાલભાઇ ચૌહાણ જાતે દરજી (ઉ.વ.૬૨) ધંધો.દરજીકામ રહે.ધ્રાંગધ્રા, ડાભી સોસાયટી, સીએનજી પંપ પાસે, મુળ રહે.રાજપર તા. ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર મળી આવતા તેને હસ્તગત કરીને મોરબી સિટી બી ડિવિઝન પોલીલ હવાલે કરાયો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વાવડી રોડ ઉપર રહેતા વિનોદભાઈ કરશનભાઈ શેરસીયા નામનો ૪૨ વર્ષનો યુવાન મોરબીના નવલખી કંડલા બાયપાસ ઉપર જુની આરટીઓ કચેરી નજીકથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં રસ્તામાં તેમનું બાઇક સ્લીપ થતા ઇજાગ્રસ્તત હાલતમાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા. જેથી તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

મહિલા સારવારમાં

મોરબીના લીલાપર ગામ પાસે આવેલ પંચવટી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ નજીક રહેતી સુમિત્રાબેન ભુપતભાઇ સોલંકી નામની ૨૮ વર્ષીય મહિલા સાઇકલ લઈને લીલાપર ગામ પાસે આવેલ બાલાજી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિલ્સન પેપરમીલ નજીકથી સાયકલ લઈને જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં સાયકલ સાથે કૂતરું અથડાતા તેઓ નીચે પડી જતા ઈજા પામતા સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યા હતા જેથી તાલુકા પોલીસ મથકના એસ.વી.સોલંકી દ્વારા નોંધ કરવામાં આવી હતી.






Latest News