વાંકાનેરના ખાનપર ગામે પ્રેમપ્રકરણમાં યુવાનના પિતાએ કરી યુવતીના દાદાની હત્યા, 8 આરોપીની ધરપકડ હળવદમાં સ્પાની આડમાં કૂટણખાનું: 35 હજારના મુદામાલ સાથે 1 ઝડપાયો મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદ સજા ફટકારતી કોર્ટ મોરબીના ઘુંટુ પાસેનો બનાવ : ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવા અથડાયું, યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ લડત કરી ચોરાયેલ બાઇકનો વિમો અપાવ્યો મોરબી જિલ્લામાંથી પસાર થઈને માતાના મઢે દર્શન કરવા જતાં યાત્રીઓ માટે ઠેરઠેર સેવા કેમ્પ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનું શરૂ મોરબી જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવાના ૯ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ઉજવણી, ત્રીસ હજાર કરતા પણ વધુ અબોલ પશુની સારવાર કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબીમાં રાષ્ટ્રીય સયુંકત મોરચા દ્વારા યોજાયેલ પદયાત્રા-મહા પંચાયતમાં શિક્ષકો સહિતના કર્મચારીઓ હાજર રહ્યા


SHARE











મોરબીમાં રાષ્ટ્રીય સયુંકત મોરચા દ્વારા યોજાયેલ પદયાત્રા-મહા પંચાયતમાં શિક્ષકો સહિતના કર્મચારીઓ હાજર રહ્યા

ગુજરાત રાજ્યના શિક્ષકો સહિતના અન્ય વિભાગના કર્મચારીઓ છેલ્લા બે વર્ષથી જૂની પેન્શન યોજના યોજના પુન: લાગુ કરવા સહિતના અનેક પ્રશ્નો માટે લડત ચલાવી રહ્યા છે. તો પણ સરકાર મચક આપી રહી નથી ત્યારે આજે મોરબીમાં ચાર જિલ્લા શિક્ષકો સહિતના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને પદયાત્રામાં જોડાયા હતા તેમજ મહા પંચાયત યોજાઇ હતી જેમાં પડતર પ્રશ્નોને ઉકેલવામાં આવે તેના માટેની બુલંદ માંગ કરવામાં આવી છે અને સરકાર તેઓની માંગણી નહીં સંતોષે તો આગામી દિવસોમાં રાષ્ટ્રીય સંઘ દ્વારા જે આદેશ કરવામાં આવશે તે મુજબ લડત અને આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે

છેલ્લા બે વર્ષથી જૂની પેન્શન યોજના યોજના માટે શિક્ષકો સહિતના કર્મચારીઓ લડત કરી રહ્યા છે અને છેલ્લે વિધાનસભાની ચૂંટણી પહેલા સરકાર દ્વારા બનાવેલી પાંચ મંત્રીઓની કમિટીએ કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેનો સૈદ્ધાંતિક સ્વીકાર પણ કરેલ હતો છતાં આજદિન સુધી ઠરાવ બહાર પાડેલ ન હોય. બીજી ઓક્ટોબરના ગાંધીજયંતીના રોજ સમગ્ર રાજ્યમાં મૌન રેલી અને ધરણાનું આયોજન કરેલ હતું. ત્યારબાદ જિલ્લા સંગઠન દ્વારા તમામ સાંસદ, ધારાસભ્યો, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ ભાજપ સંગઠનના પ્રમુખોને આવેદનો આપવાના કાર્યક્રમો યોજાયો અને ઘણા બધા રાજનેતાઓએ કર્મચારીઓના સમર્થનમાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને ભલામણ પત્રો સમર્થન પત્રો પણ લખી આપેલ છતાં આજદિન સુધી સરકાર દ્વારા કોઈ નક્કર કામગીરી થયેલ નથી

જેથી કરીને શનિવારે મોરબી જિલ્લામાં પણ પદયાત્રા અને મહા પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના શિક્ષકો સહિતના અન્ય તમામ વિભાગના કર્મચારીઓ ખુબજ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને નવા બસ સ્ટેન્ડની બાજુમાં સરદારબાગથી લઈને કેસર બાગ સુધી પદયાત્રા યોજાઇ હતી ત્યારે બાદ મોરબીના વેજીટેબલ રોડે આવેલ પંચમુખી હનુમાન મંદિર ખાતે મહા પંચાયત યોજાઇ હતી જેમાં અન્ય રાજ્યોમાં જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવેલ છે તો ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યમાં કેમ નહિ ? તે સહિતના સવાલો ઊભા કરીને Only OPS OPS ના નારા શિક્ષકો સહિતના કર્મચારીઓએ લગાવ્યા હતા અને જૂની પેન્શન યોજના પુન: લાગુ કરવામાં આવે તે સહિતના પ્રશ્નો ઉકેવામાં આવે તેવી બુલંદ માંગ કરી છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિનેશભાઇ વડસોલા સહિતના સ્થાનીક કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી




Latest News