મોરબીના પોલો સર્કલ પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા બનેવીનું મોત: સાળો ગંભીર હાલતમાં સારવારમાં ​​​​​​​મોરબી નજીક મોબાઇલ ટાવરમાંથી કાર્ડ, કેબલ વાયર, જમ્પરની ચોરી કરનાર ત્રિપુટી પકડાઈ: ૨.૩૩ લાખનો મુદામાલ કબ્જે મોરબી : પતિએ ધારીયા વડે હુમલો કરતા ઇજા પામેલ પરણીતા રાજકોટ ખસેડાઈ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના 32 માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જિલ્લા ભાજપ દ્વારા બે દિવસીય પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન-૨૦૨૬ સંપન્ન મોરબીની સર્વોપરી સ્કૂલના વિદ્યાર્થીઓએ એસપી કચેરીની મુલાકાત લીધી મોરબી જલારામ ધામે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૫ દર્દીઓએ લાભ લીધો મોરબીમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 45 કલાક પછી પણ બેકાબૂ: 44.46 કરોડની મગફળીનો જથ્થો બળીને ખાખ, પોલીસ તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના ગૌરક્ષકોએ ૮૪ પાડા ભરેલ ટ્રક સાથે બેને પકડ્યા: સરખેજ પોલીસ મથકે ગુનો નોંધાયો


SHARE







મોરબીના ગૌરક્ષકોએ ૮૪ પાડા ભરેલ ટ્રક સાથે બેને પકડ્યા: સરખેજ પોલીસ મથકે ગુનો નોંધાયો

મોરબી હિન્દુ યુવા વાહિની અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીનાં ગૌરક્ષક ભાઈઓને લીંબડીના રઘુભાઈ ભરવાડ દ્વારા  માહિતી આપવામાં આવી હતી  કે, મોટા પ્રમાણમાં ટ્રકમાં અબોલ જીવને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે અને ટ્રક  રાજસ્થાન ડીસા પાલનપુર થઈને અમદાવાદ તરફ આવવાનો છે અને કાળા કલરની તાલપત્રી ફુલ પેક કરેલી ગાડી નંબર જીજે ૧ જેટી ૪૪૨૨ માં અબોલ જીવ ભરવામાં આવેલ હોવાની માહિતી મળી હતી જેથી કરીને મોરબી લીંબડી અને ચોટીલાના ગૌરક્ષકો દ્વારા વોચ રાખવામાં આવી હતી ત્યારે મળેલ માહિતી મુજબની ગાડી પસાર થતાં તેની પાછળ કે.બી. બોરીચા (મોરબી હિન્દુ યુવા વાહિની જિલ્લા પ્રમુખ અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન  પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી), મોરબીના ગૌરક્ષક ચેતનભાઇ ચંદ્રકાંતભાઈ પાટડીયા, વૈભવભાઈ જીતેશભાઈ જાલરીયા, ભરતભાઈ સોનગ્રા, યસભાઈ વાઘેલા, હિતરાજસિંહ પરમાર, જયદીપભાઇ ભલગામા, પાર્થભાઈ નિમાવત સહિતનાઓ દ્વારા ગાડીનો પીછો કરવામાં આવેલ હતો અને પોલીસ સ્ટાફને સાથે રાખી ગાડી પકડી હતી ત્યારે ગાડીમાંથી ક્રૂરતાથી બાંધેલ હાલતમાં ૮૪ પાડા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે વાહનના ડ્રાઈવર સહિત બેની અટકાયત કરી હતી અને હાલમાં અમદાવાદના સરખેજ પોલીસ મથકે કમલેશભાઈ બોરીચા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે આ રેડમાં  અમદાવાદ પોલીસ અધિકારી ગોસ્વામી તેમજ તેઓની ટીમનો સારો સહયોગ મળ્યો હતો. તેમજ ચોટીલાના હરેશભાઇ ચૌહાણ, લીંબડીના વિજયભાઈ ભરવાડ, મોરબીના દિનેશભાઈ લોરીયા, હિરેનભાઈ વ્યાસ, ગજેન્દ્રભાઈ, ઘનશ્યામભાઈ ચારોલા તેમજ અન્ય ગૌરક્ષકો દ્વારા કામગીરી કરેલ છે






Latest News